________________
ઉપદેશમાળા
૩૨૫
(
પાંચસે શિષ્યેાથી પરિવૃત થયેલા ત્યાં આવ્યા. પૂર્વ સ્થિત સાધુએએ તેમનુ આતિથ્ય કર્યું, પછી બીજે દેવસે અભવ્ય ગુરુની પરીક્ષા કરવાને માટે માત્ર કરવા જવાના (પિશાબ કરવાના ) સ્થાનકે ( રસ્તામાં) વિજયસેન સૂરિએ પેાતાના શિષ્યા પાસે તે રુદ્રદેવ સૂરિ ન જાણે એવી રીતે કાયલા પથરાવ્યા. રાત્રિએ તે અભવ્ય ગુરુના શિષ્યા લઘુશંકા કરવાને માટે ઉઠયા તા તેમને પગે કોયલા દબાયા, તેથી શબ્દ થતાં તે આ કોયલા છે' એવુ નહિ જાણવાથી પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે ૮ અરે ! અધકારમાં અમે અજાણતાં કાઈ જીવને ચાંપી નાંખ્યા' એ પ્રમાણે કહી પુનઃ પુનઃ મિથ્યા દુષ્કૃત દેવા લાગ્યા; અને પછી સ થારામાં જઇ ને સુઈ ગયા. એવામાં રુદ્રદેવાચાય પોતે લઘુશંકા કરવાને ઉઠયા. તેના ચરણુથી પણ કાયલા દબાયા. એટલે તેના શબ્દ સાંભળી વધારે વધારે ચાંપવા લાગ્યા અને મુખેથી એલ્યા કે આ અર્હુતના જીવા દબાયાથી પાકાર કરે છે.' એવુ' વચન વિજયસેનસૂરિએ સાંભળયું. તેથી તેણે પ્રાત:કાળે રુદ્રદેવના શિષ્યાને કહ્યું કે તમારા ગુરુ અભવ્ય છે, માટે તમારે તેને છેડી દેવા જેઈએ.’ તે સાંભળીને તેઓએ રુદ્રદેવને ગચ્છની બહાર કર્યો પછી તે પાંચસે શિષ્યા નિરતિચાર સયમ પાળી પ્રાંતે સમાધિથી મૃત્યુ પામીને દેવપણે ઉત્પન્ન થયા.
6
ત્યાંથી ચવીને તેએ વસ‘તપુર નગરમાં દિલ્લીપ રાજાને ઘેર પાંચસે પુત્રા થયા. અનુક્રમે તેએ યુવાવસ્થા પામ્યા. એક વખત તે પાંચસે રાજપુત્રા ગજપુર નગરમાં કનકધ્વજ રાજાની પુત્રીના સ્વયંવરમાં ગયા હતા. તે વખતે અંગારમ કાચા ના (રુદ્રદેવના) જીવ સ`સારમાં પરિભ્રમણ કરતાં ઉટપણે ઉત્પન્ન થયા હતા, તે પણ ત્યાં આવ્યે હતા. ભારના આરેાપણુ વખતે અતિ તીવ્ર શબ્દ કરતા તે ઉંટ અત્યંત ભારથી આક્રાંત થયેલા હાવાથી મેાટા બરાડા પાડે છે. આણે પૂર્વ ભવમાં શું અશુભ કર્મ કર્યુ હશે ?' આ પ્રમાણે વારવાર ચિંતવન કરતાં તે પાંચસે રાજપુત્રાને જાતિ
Jain Education International
For Private & Personal Use Only
6241
www.jainelibrary.org