________________
હર
ઉપદેશમાળા બનાવીને જે તમે સવનગરજને પૂજાશે તે તમને સઘળાને છેડીશ, નહિ તે આ શિલાથી સર્વને ચૂર્ણ કરી નાખીશ.” એવું સાંભળીને ભયભીત થયેલા રાજા આદિ સર્વ લોકેએ તેવી જ સ્થિતિવાળી યુગ્મરૂપ ભૂતિ કરાવીને એક મકાનની અંદર સ્થાપી, અને સર્વ પૂજા કરવા લાગ્યા. સત્યકી કાળે કરીને નરકભૂમિમાં ગયો. પછી કેટલેક કાળે તેવી લજજા ઉપાદક મૂતિને જોઈને તે કાઢી નાંખી તેની જગ્યાએ લિંગની સ્થાપના કરી. માટે વિષયમાં અનુરાગ ન કરે એ આ કથાને ઉપદેશ છે. સુતસિયાણ પૂયા, પણામ સંસ્કાર વિણયકજજપરો ! બંદ્ધપિ કમ્પમસુહં, સિઢિલઈ દસારનેયાવા છે ૧૬૫ |
અર્થ–“સુતપસ્વી-ભલા ચારિત્રીમહામુનિઓની પૂજા તે વસ્ત્રાદિ આપવું, પ્રણામ તે મસ્તકવડે વંદન કરવું, સત્કાર તે તેમના ગુણનું વર્ણન કરવું, અને વિનય તે તેઓ આવે એટલે ઉભા થવું-ઈત્યાદિ કાર્યમાં તત્પર એ પુરુષ, બાંધેલું આત્મપ્રદેશની સાથે લિષ્ટ કરેલું એવું પણ અશુભ-મધ્યમ જે કર્મ તેને શિથિલ કરે છે. કેની જેમ? દશારનેતા જે દશારના સ્વામી કૃષ્ણ તેની જેમ.” ૧૬૫. અહીં કૃણનો સંક્ષેપથી સંબંધ જાણવા. ૫૦
શ્રીકૃષ્ણ પ્રબંધ અન્યદા વિહાર કરતાં કરતાં શ્રી નેમિનાથ ભગવાન દ્વારિકામાં સમવસર્યા. તેમને વાંદવાને માટે શ્રીકૃષ્ણ પરિવાર સહિત આવ્યા. તેને મનમાં એવી ઈચ્છા થઈ કે “આજે હું આ અઢાર હજાર સાધુઓમાંના દરેકને દ્વાદશાવતી વંદનથી વાં. એ પ્રમાણે વિચાર પોતાના ભક્ત વીરા સાળવીની સાથે સર્વ સાધુઓને ઉપર પ્રમાણે વંદન કરવાથી શ્રમાતુર થયેલા કૃષ્ણ, ભગવાન પાસે આવી બેલ્યા કે “હે ભગવન્! આજ હું અઢાર હજાર સાધુઓને
ગામ ૧૬પ-પુઆ દુસારને હવા દસારનેતા જીવ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org