________________
ઉપદેશમાળા થયું. પછી તેણે પ્રથમ પોતાના પિતા પિઢાલને જ સાધ્વીના વ્રતને ભંગ કરનાર જાણે વિદ્યાબળથી માર્યો. કાલસંદીપક વિદ્યાધર સત્યકીને વિદ્યાબળથી દુર્જય જાણુને માયાથી ત્રિપુરાસુરનું સ્વરૂપ ધારણ કરીને નાસી ગયે, અને લવણસમુદ્રમાં જઈને પાતાળકળશમાં પેઠો. લેકની અંદર એવી સિદ્ધિ થઈ કે “આણે ત્રિપુરાસુરને પાતાળમાં પેસાડી દીધે, તેથી આ સત્યકી અગ્યારમે રુદ્ર પિદા થયો છે.”
પછી સત્યક વિદ્યારે ભગવાનની પાસે સમકિત અંગીકાર કર્યું, અને દેવગુરુને અત્યંત ભક્ત થયા. ત્રણે સંધ્યાએ તે ભગવાનની આગળ નૃત્ય કરે છે. પરંતુ અત્યંત વિષયસુખમાં લેલુપ હોવાથી રાજાની, પ્રધાનની કે કઈ વ્યાપારી વિગેરેની રૂપવતી સ્ત્રીને તે જુએ કે તરત જ તેને ગાઢ આલિંગન આપીને તે ભોગવે છે. તેને વારવાને માટે કઈ શક્તિ માન થતું નથી. એક દિવસ મહાપુરી ઉજ્જયિની માં ચંડપ્રદ્યોત રાજાની અંતઃપુરમાં પ્રવેશ કરીને તેણે પદ્માવતી સિવાય બીજી તમામ રાણીઓને ભેગવી. તેથી ચંડપ્રોત રાજા ક્રોધિત થઈ કહેવા લાગ્યા કે જે કેઈ આ દુષ્ટકર્મી સત્યકીને મારી નાંખશે તેને હું મનવાંછિત આપીશ. આ પ્રમાણે પટ વગડાવીને તેણે લોકોને જણાવ્યું. તે વખતે તે નગરમાં રહેનારી એક ઉમા નામની વેશ્યાએ બીડું ઝડપ્યું. પછી એક દિવસે ઉમા પિતાના ઘરમાં ગોખમાં બેઠી હતી તે વખતે તેણે સત્યકીને વિમાનમાં બેસીને આકાશમાર્ગે જતે જોઈ કહ્યું કે “હે ચતુરશિરોમણિ! હે સુરૂપજનમાં મુગટ રૂપ! હે તેજથી સૂર્યને જીતનાર ! તું પ્રતિ દિવસ મુગ્ધા (વિષયરસની અજાણી સ્ત્રીઓને ચાહે છે; પરંતુ અમારા જેવી કામકળામાં કુશળ સ્ત્રી તરફ દષ્ટિ પણ કરતા નથી. માટે આજે તો મારું આંગણું કૃતાર્થ કર, અને એક વખત તું અમારું કામ ચાતુર્ય જે.” ઈત્યાદિ વચનેથી રજિત થયેલો અને કટાક્ષવિક્ષેપથી જેનું મન આકર્ષાયુ છે એ સત્યકી વિમાનમાંથી ઉતરીને તે નાયિકાના ઘરમાં ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org