________________
ઉપદેશમાળા
૨૪ પછી પિતાની પ્રિયાથી પ્રેરિત થયેલા કેણિક રાજાએ પેલી ત્રણે દિવ્ય વસ્તુની હલ વિહલની પાસે માગણી કરી. એટલે હલ્લ ને વિહલ તે વસ્તુઓ તથા અન્ય સારભૂત પદાર્થો લઈને પોતાની માતાના પિતા ચેડા રાજા પાસે ગયા. બલથી ઉદ્ધત થયેલા અને અતિ અભિમાની કેણિક રાજા ઘણુ યુદ્ધો કરી પાપથી કરતા અનેક આરંભેમાં રક્ત થઈ આયુષ્ય પૂર્ણ કરીને છઠ્ઠ નરકે ગયે.
એ પ્રમાણે પુત્રને સ્નેહ પણ કૃત્રિમ છે, એવો આ કથાને ઉપદેશ છે. લુદ્ધા સજજાતુરિઆ, સુહિણવિ વિસંવયંતિ ક્યકજજા જહ ચંદ્રગુપ્તગુણ, પશ્વયએ ઘાયલ રાયા ૧૫
અર્થ_“લુબ્ધ, પિતાનું કાર્ય કરવામાં ત્વરિત અને કરી લીધું છે પોતાનું કાર્ય જેણે એવા સ્વજને-મિત્રે પણ વિપરીત બોલે છે–વિપરીત કરે પણ છે. જેમ ચંદ્રગુપ્ત રાજાના ગુરુ ચાણક્ય નામના મંત્રીએ (પોતાનું કાર્ય થઈ ગયા પછી રાજ્યલુબ્ધપણાથી પિતાના મિત્ર એવા) પર્વત નામના રાજાને ઘાત કર્યો.” ૧૫૦. અહીં ચાણક્યને સંબંધ જાણ. ૪૫.
ચાણક્યનું વૃત્તાંત ચણક નામના ગામમાં ચણ નામે બ્રાહ્મણ વસતે હતે. તેને ચણેશ્વરી નામે સ્ત્રી હતી. બંને જૈન હતા અને જિનભક્તિમાં પ્રીતિવાળા હતા. એક દિવસ તેમને દાંત સાથે પુત્ર જન્મે. તેનું નામ ચાણક્ય પાડયું. એ સમયે તેમને ઘેર સાધુએ આવ્યા. એટલે તે બાળકને સાધુ મહારાજના ચરણમાં મૂકીને ચણી ભટે પૂછ્યું કે “હે ભગવન્! મારે ઘેર આ પુત્ર દાંત સહિત જન્મે છે તેનું શું કારણ? તેનું મહા શું હશે? સાધુ મુનિરાજે કહ્યું કે “તે રાજા થશે.” ત્યારે માતાપિતાએ વિચાર કર્યો કે “આ
ગાથા ૧૫૦–પવા. ઘાઈઓ. સ્વજનપિ, ચાણકયેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org