________________
૩૦૪
ઉપદેશમાળા
થુથુકાર કર્યાં ( શુ‘કી ), તેથી તેણે ક્રોધવશ થઈને તે સવ કન્યાઓને કુબ્જા કરી નાંખી. પાછા વળતાં તેણે મહેલના આંગણામાં ધૂલમાં રમતી એક રાજપુત્રીને જોઈ, તેને તેણે ખીજોરુ બતાવ્યુ', એટલે તે લેવાને તેણે લાંબા હાથ કર્યાં, તેથી તાપસે રાજા પાસે જઈ ને કહ્યુ કે ' આ કન્યા મને ઇચ્છે છે.' એમ કહીને તેને ગ્રહણ કરી. ભય પામેલા રાજાએ હજાર ગાંમાને કેટલાક દાસદાસીએ સહિત તે પુત્રી તેને આપી; તેથી પ્રસન્ન થયેલા ઋષિએ શેષ રહેલી પેાતાના તપની શક્તિથી પેલી સ કુજા રાજપુત્રીઓને સારી કરી. એ પ્રમાણે સવ તપને ખપાવી રેણુકા માલાને લઈને તે વનમાં આવ્યો. ત્યાં એક ઝુંપડી બનાવીને તેઓ રહ્યા.
અનુક્રમે રેકાયૌવનવતી થઈ, એટલે તેની સાથે તેણે પાણિગ્રહણ કર્યું”. પ્રથમ ઋતુકાલે યમદગ્નિએ રેણુકાને કહ્યુ' કે ‘હે સુલાચના ! સાંભળ. તારે માટે એક ચરૂ મત્રીને તને આપુ' છું, તે ખાવાથી તને એક સુંદર પુત્ર થશે.' ત્યારે રેણુકાએ કહ્યું કે ‘હે સ્વામિન્! એ ચરૂ મંત્રી આપે કે જેમાંના એક ચરૂથી બ્રાહ્મણપુત્ર થાય અને ખીજાથી ક્ષત્રિયપુત્ર થાય. હું ક્ષત્રિયચરૂ હસ્તિનાપુરના રાજા અન'તવીય'ની સ્રી મારી બેન અન*ગસેનાને આપીશ અને બ્રાહ્મણુચરૂ હું ખાઈશ.’ એ પ્રમાણે રેણુકાના કહેવાથી યમદગ્નિએ એ ચરૂ મંત્રી પાતાની સ્ત્રીને આપ્યા. પછી રેણુકાએ વિચાર કર્યાં કે ‘મારા પુત્ર શૂરવીર થાય તે સારૂ.’ એમ વિચારી તેણે ક્ષત્રિયચરૂનું ભક્ષણ કર્યું અને બ્રાહ્મણુચરૂ તેની એન અનંગસેનાને માકલ્યા. તેણે તે ખાધા. તેને એક પુત્ર થયા તેનુ' નામ કીતિવીય પાડયુ, રકાને પુત્ર થયા તેનું નામ રામ પાડવામાં આવ્યું'.
રામ યુવાન થયે. એવામાં અતિસારના રોગથી પીડિત એક વિદ્યાધર તે આશ્રમમાં આવ્યેા, રામે તેના સફાર કર્યું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org