________________
ઉપદેશમાળા વિશેષ વૈરાગ્યથી જિનકાની તુલના કરવાને માટે ઉક્ત થઈ એકલા વિચારવા લાગ્યા. તે વિશેષપણે ક્રિયામાં ઉદ્યમવંત રહે છે. જ્યારે આર્યસુહસ્તી સૂરિ ગામની અંદર સમવસરે છે ત્યારે શ્રી આર્યમહાગિરિ ગામની બહાર રહે છે, એમ ગચ્છની નિશ્રાએ વિહાર કરે છે.
એકદા શ્રી સુહસ્તસૂરિ વિહાર કરતાં પાટલીપુર પધાર્યા. ત્યાં આર્યમહાગિરિ ક્ષેત્રના છ વિભાગ કરીને પાંચ પાંચ દિવસ સુધી એક એક વિભાગમાં ભિક્ષાર્થે જાય છે અને નીરસ આહાર ગ્રહણ કરે છે. એક વખત શ્રી આર્યસહસ્તસૂરિ વસુભૂતિ નામના શ્રાવકના કુટુંબને પ્રતિબધ કરવાને માટે તેને ઘેર ગયા હતા અને ધર્મદેશના આપતા હતા. તે સમયે શ્રી આર્યમહાગિરિ અજાણતાં વસુભૂતિને ઘેર ભિક્ષાર્થે આવ્યા. તેથને જેઈ આર્યસહસ્તી સૂરિએ ઉભા થઈ વિનયપૂર્વક વંદન કર્યું. એટલે આર્યમહાગિરિ ભિક્ષા ગ્રહણ કર્યા સિવાય પાછા વળી ગયા. વસુભૂતિ શ્રાવકે આર્ય સુહસ્તી મહારાજને પૂછયું કે “જેમને આપે આટલો વિનય કર્યો એ મહામુનિ કોણ છે? ત્યારે આર્ય સુહસ્તિસૂરિએ કહ્યું કે
એ અમારા મેટા ગુરુભાઈ છે અને મહા અનુભવવાળી જિનકપની તુલના કરે છે. તે સાંmળીને વસુભૂતિ શ્રાવકે બીજે દિવસે આખા નગરમાં બધે ઉત્તમ આહાર કરાવ્યો. આર્યમહાગરિએ તેને અક૯૫ જાણીને ગ્રહણ કર્યો નહિ. પછી ઉપાશ્રયે આવીને તેમણે સુહસ્તસૂરિને ઓળભ આપ્યો કે “તમે બહુ વિરૂદ્ધ આચરણ કર્યું કે વસુભૂતિને ઘેર મારે અભ્યથાનાદિ વિનય કર્યો. તેમ કરવાથી તમે સર્વત્ર અશુદ્ધ આહાર કરી દીધું છે. માટે હવે આજથી મારે તમારી સાથે એક ક્ષેત્રમાં રહેવું ઉચિત નથી.” એ પ્રમાણે કહી આર્યમહાગિરિએ જુદો વિહાર કર્યો અને ગચ્છનો આશ્રય છોડી દઈ એકાકી તપ–સંયમ પાળી સ્વર્ગે ગયા. એ પ્રમાણે બીજાએ પણ પ્રતિબધ કર નહિ, એ આ કથાને ઉપદેશ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org