________________
૩૧૮
ઉપદેશમાળા તેણે વૈરાગ્ય પ્રાપ્ત થવાથી ચારિત્ર ગ્રહણ કર્યું. ભગવતે તેમને શિક્ષા ગ્રહણ કરવા માટે સ્થાવિર (વૃદ્ધ) મુનિ પાસે મોકલ્યા. હવે રાત્રિએ પૌરુષી ભણાવ્યા પછી સંથારા કરતાં વૃદ્ધલઘુત્વના (નાના મોટાના) વ્યવહારથી મેઘમુનિને સંથારે સર્વ સાધુની પછી ઉપાશ્રયની બહાર આવ્યો. ત્યાં રાત્રિએ જતા આવતા સાધુના ચરણના પ્રહારથી અને તેમના અથડાવા વિગેરેથી મેઘમુનિ બહુ ખિન થયા. તે વિચારવા લાગ્યા કે “અરે! મારો સુખકારી આવાસ કયો! મારી કમળ પુષશય્યા કયાં. અંગનાના અંગસંગથી ઉત્પન્ન થતું સુખ કયાં! અને આ કઠિન ભૂમિમાં આળોટવું
ક્યાં! આ સાધુઓ પ્રથમ તે મારા પ્રતિ આદરવાળા હતા અને હવે તે તે જ સાધુએ મને પગ વિગેરેના સંઘટ્ટ કરે છે, તેથી જે આજની રાત્રિ સુખે સુખે જાય તે પ્રાતઃકાળમાં વીરપ્રભુને પૂછી રહરણ આદિ વેષ પાછો મેંપીને હું મારે ઘેર ચાલ્યા જઈશ.” એ પ્રમાણે ચિંતવી મેઘમુનિ પ્રાતઃકાળે પ્રભુ પાસે આવ્યા. ભગવાને મેઘમુનિના બેલ્યા પહેલાં જ કહ્યું કે “હે મેઘ ! તે આજ રાત્રિના ચારે પર દુઃખ અનુભવ્યું છે અને ઘેર જવાનો વિચાર કરેલો છે. આ હકીકત ખરી છે?” મેઘમુનિએ કહ્યું કે “એ હકીક્ત ખરી છે, ત્યારે ભગવાને કહ્યું કે “હે મેઘમુનિ ! આ દુઃખ તે શું છે ! પણ જે દુઃખ તે આ ભવથી ત્રીજે ભવે અનુભવેલું છે તે સાંભળ-પૂર્વે વૈતાઢય પર્વતની ભૂમિમાં વેતવણ, ઘણે ઉંચે અને એક હજાર હાથણીના ટેળાને અધિપતિ છ દાંતવાળે સુમેરુપ્રભ નામનો હાથી હતું. એક દિવસ વનમાં દાવાનળ લાગ્યું. તેનાથી ભય પામી તૃષાતુર થઈ વનમાં ભટકતાં શેડા પાણિવાળા ને ઘણા કીચડવાળા સરોવરમાં પેઠો. ત્યાં તું કીચડની અંદર બુતી ગ. તું જળ સુધી પહોંચ્યો નહિ એટલે તને જળ પણ મળ્યું નહિ, અને બહાર પણ નીકળી શક્યો નહીં. પછી ઘણું વૈરી હાથીઓએ આવીને તેને દંતમૂશળના પ્રહાર કર્યા. સાત દિવસ સુધી પીડા અનુભવી સે વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી કાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org