________________
ઉપર્દેશમાળા વેણુ જુવણેયુય, કન્ના સુહેહિં વરસિરીએ યો નય લુખભંતિ સુવિહિયા, નિદરસણું જે બૂનામત્તિ છે
અર્થ “રૂપે કરીને, યૌવને કરીને, ગુણવતી કન્યાઓથી, સાંસારિક સુખથી તેમજ શ્રેષ્ઠ એવી લક્ષ્મીથી સુવિહિત-સાધુ પુરુષ-ઉત્તમ જને લેભાતા નથી. અહા જંબૂ નામે મહા મુનિનું નિદર્શન કે દષ્ટાંત જાણવું. ૧૫૩. જબૂસ્વામીનું દષ્ટાંત પૂર્વે આવેલું છે તેથી અહીં લખ્યું નથી. ઉત્તમકૂલપસૂયા, રાયકુલડિસગાવિ મુશિવસહા બહુજઈજણસંઘરું, મેહકુમારુવ વિસહતિ છે ૧૫૪
અર્થ–“ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા, રાજકુળમાં મુગટ સમાન એવા મુનિવૃષભ-મુનિશ્રેષ્ઠો અનેક કુળમાં ઉત્પન્ન થયેલા ઘણું મુનિજનોનો સંઘ મેઘકુમારની જેમ વિશેષ પ્રકારે સહન કરે છે. ૧૫૪. અહીં મેઘકુમારનું દૃષ્ટાંત જાણવું. ૪૮.
મેઘકુમારનું દષ્ટાંત મગ દેશમાં રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતે હતો. તેની ધારિણે નામે રણે હતી. તેની કુક્ષિને વિષે કઈ જીવ ઉત્પન્ન થયો. તેના પ્રભાવથી તેને અકાળે મેઘને દેહા થયો. અભયકુમારે અઠ્ઠમભક્તથી કેઈ દેવને આરાધીને તેની સહાયથી તે દહદ પૂર્ણ કર્યો, ઉત્તમ સમયે પુત્રનો પ્રસવ થયો. સ્વપ્નને અનુસાર તેનું નામ મેઘકુમાર પાડયું. અનુક્રમે તેણે યુવાવસ્થા પ્રાપ્ત કરી. શ્રેણિક રાજાએ તેને સ્વરૂપવતી આઠ કન્યા એક લગ્ન પરણાવી. તે સ્ત્રીઓ સાથે વિષયસુખ ભગવતે મેઘકુમાર અન્યદા વરપ્રભુ ત્યાં સમવસરવાથી વાંદવાને ગયો. પ્રભુની દેશના સાંભળી
ગાથા ૧૫૩–ણ કનાહિં ઘરસિરીએહિં નિદરિસર્ણ જબનામુત્તિ ગાથા ૧૫૪–મેવકુમારદ્વા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org