________________
३०२
ઉપદેશમાળા ત્યાં સુધીમાં ધર્મ આચર” વૃદ્ધાવસ્થામાં ગ્રસ્ત થયેલ મનુષ્ય ઇકિયો નિર્બળ થવાથી ધર્મકરણમાં ઉદ્યમ કેવી રીતે કરી શકે ?”
દંતરુચ્ચલિત ધિયા તરલિત પાશ્ચંદ્રિણ કંપિત ! દરમ્યાં કુહૂમડલિતં બલેન લુલિત રૂપશ્રિયા પ્રેષિતમ્ | પ્રાપ્તાયા યમભૂપતરિહમહાઘાટયા જરાયામિયા તૃષ્ણ કેવલમેકકેવ સુભટી હત્પત્તને નૃત્યતિ છે
* “યમ રાજાની મોટી ધાડરૂપ આ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં દાંત હાલે છે, બુદ્ધિ નષ્ટ થાય છે, હાથપગ કંપે છે. નજર ક્ષીણ થાય છે, વળ જતું રહે છે અને રૂપ તથા લાવણ્ય ચાલ્યું જાય છે, માત્ર તૃષ્ણા એકલી જ સુભટનું આચરણ કરતી સતી હૃદયરૂપી નગરમાં નૃત્ય કરી રહે છે.”
આ પ્રમાણે તે ભાવમુનિની દઢતા જોઈ બંને દેવ ખુશી થયા અને પ્રશંસા કરવા લાગ્યા પછી જૈનદેવે તાપસદેવને કહ્યું કે જૈનેનું સ્વરૂપ જોયું? હવે આપણે તાપસની પરીક્ષા કરીએ.” એ પ્રમાણે કહી તેઓ વનમાં ગયા. ત્યાં તેઓએ એક જટાધારી વૃદ્ધ, તીવ્ર તપ કરતે અને ધ્યાનમાં આરૂઢ થયેલ યમદગ્નિ નામને તાપસ છે. તેની પરીક્ષા કરવા માટે તે દેવે ચકલા ચકલીનું રૂપ ધારણ કરી તેની દાદીની અંદર માળે બાંધીને રહ્યા. પછી ચકળ મનુષ્યવાણીથી બે કે “હે બાલા! તું અત્ર સુખથી રહે હું હિમાલય પર્વતે જઈને આવું છું.” ત્યારે ચકલીએ કહ્યું કે “હે પ્રાણનાથ! હું તમને જવા દઈશ નહિ; કારણ કે તમે પુરુષ
જ્યાં જાઓ છો. ત્યાં લુબ્ધ થઈ જાઓ છે. જે તમે પાછા ન આવો તે મારી શી ગતિ થાય? હું અબળા એકલી અહીં કેમ રહી શકું? તમારો વિયોગ મારાથી કેવી રીતે સહન થઈ શકે?” તે સાંભળી ચકલાએ કહ્યું કે “હે બાળા! તું શા માટે કદાહ કરે છે? હું જલદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org