________________
ઉપદેશમાળા
૩૦૧ મૃત્યુલેકમાં આવ્યા. તે સમયે મિથિલા નગરીને રાજા પધરથ રાજ્ય છેડીને શ્રી વાસુપૂજ્ય મુનિની પાસે ચારિત્ર ગ્રહણ કરવાને જતો હતો. નવીન ભાવરિત્રવાળા તેને જોઈને જૈનદેવે કહ્યું કે
પ્રથમ આપણે આની પરીક્ષા કરીએ પછી તમારા તપાસની પરીક્ષા કરીશું.” પછી ભિક્ષાને માટે અટન કરતા તે નવીન ભાવચારિત્રીને અનેક પ્રકારની ઉત્તમ રસવતી બતાવી, પણ તે ભાવસાધુ સવથી ચલિત થયા નહિ. પછી બીજી શેરી માં જતાં તેના માર્ગમાં ચારે તરફ દેડકીઓ વિકુવા અને બીજે રસ્તે કાંટા વેર્યા. પદ્મરથ ભાવ મુનિ મંડુકવાળો માર્ગ તજી દઈ કાંટાવાળા રસ્તે ચાલ્યા. તે વખતે કાંટા પગમાં ભેંકાવાથી લોહીની ધારા તહેવા લાગી અને અત્યંત વેદના થવા લાગી. પરંતુ તેઓ જરા પણ ખિન્ન થયા નહિ. તેમજ ઈસમિતિથી ચાલતાં લેશમાત્ર પણ ક્ષેમ પામ્યા નહિ. પછી ત્રીજી વાર દેવે નિમિત્તિ થઈ હાથ જોડી વિનય પૂર્વક કહ્યું કે “હે ભગવન્! તમે દીક્ષા લેવાને જાઓ છે, પણ હું નિમિત્તના પ્રભાવથી જાણું છું કે તમારું આયુષ્ય હજુ લાંબું છે અને તમને યુવાવસ્થા પ્રાપ્ત થઈ છે તે હમણા રાજ્યમાં રહી વિવિધ પ્રકારનાં ભેગ ભગ, પછી વૃદ્ધાવસ્થામાં ચારિત્ર ગ્રહણ કરજે, કારણ કે તે વધારે સારું છે. વળી આ સરસ વિષયને સ્વાદ ક્યાં અને રેતીના કેળીઆ જેવો આ વિરસ એગમાર્ગ ક્યાં?” ત્યારે ભાવ સાધુએ કહ્યું કે “હે ભવ્ય! જે મારું આયુષ્ય લાંબું હોય તે વધારે સારું, હું ઘણા દિવસ સુધી ચારિત્ર પાળીશ, જેથી મને મેટો લાભ થશે. વળી ધર્મ સંબંધી ઉદ્યમ તે યુવાવસ્થામાં જ કરવો જોઈએ. આગમમાં પણ કહ્યું છે કે –
જરા જાવું ન પડેઈ, વાહી જાવ ન વટ્ટઈ જાવિદિઓ ન હાયંતિ, તાવ મેયં સમાયરે છે
“જ્યાં સુધી જરા પીડા કરે નહિ, જ્યાં સુધી કઈ પ્રકારનો વ્યાધિ થાય નહિ, અને જ્યાં સુધી ઈદિ હાનિ પામે નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org