________________
ઉપદેશમાળા
૩૦૩ આવીશ. જે હું આવું નહિ તે મને બ્રાહ્મણની, સ્ત્રીની, બાળકની ને ગાયની હત્યાનું પાપ લાગે ત્યારે ચકલીએ કહ્યું કે “હું સેગને માનતી નથી. પણ જો તમે ન આવે તો યમદગ્નિ તાપસનું પાપ મસ્તક ઉપર ધારણ કરો તે હું તમને જવા દઉં.” ત્યારે ચકલો બોલ્યો કે “તું એમ બેલ નહિ. એનું પાપ કણ અંગીકાર કરે? એ વચને સાંભળીને યમદગ્નિ દયાનથી ચલિત થયે અને ક્રોધવશ થઈ ચકલા ચકલીને પકડી કહેવા લાગ્યું કે “મારું શું એટલું બધું પાપ છે?” ચકલીએ કહ્યું કે “હે મુનિ ! ક્રોધ કરે નહિ. આપનાં ધર્મશાસ્ત્ર જુઓ. કારણ કે
અપુત્રસ્ય ગતિર્નાસ્તિ, રવ નૈવ ચ નવ ચ તસ્માતું પુત્રમુખ દષ્ટવા, સ્વર્ગ ગચ્છતિ માનવા
પુત્ર વિનાના માણસની સદગતિ થતી નથી, અને વર્ગમાં તે તેની ગતિ છે જ નહિ. તેથી માણસે પુત્રનું મુખ જોઈને સ્વર્ગમાં જાય છે.” " તમે પુત્રરહિત છે તે તમારી શુભ ગતિ કેવી રીતે થાય? તેથી તમારું પાતક મોટું છે.” એ પ્રમાણે કહી પરીક્ષા કરીને દે પિતાને સ્થાને ગયા, અને મિથ્યાદષ્ટિ દેવ હતો તે પણ પરમ જન થ.
તેમના ગયા પછી યમદગ્નિ પણ પક્ષના મુખનાં વચને સાંભળી વિચાર કરવા લાગ્યા કે “એમણે કહી તે બાબત ખરી છે, તેથી કઈ સ્ત્રીની સાથે પાણિગ્રહણ કરી પુત્ર ઉત્પન્ન કરું તે મારી શુભ ગતિ થાય.” એ પ્રમાણે વિચાર કરી કેષ્ટક નગરના રાજા જિતશત્રુ સમીપે જઈ એક કન્યા માગી. ત્યારે રાજાએ કહ્યું કે “માર સે પુત્રીઓ છે, તેમાંથી જે તમને પસંદ કરે તે કન્યા તમે ગ્રહણ કરો.” તે સાંભળીને યમદગ્નિ અંતઃપુરમાં આવ્યો. ત્યાં રહેલી સવે કન્યાઓએ જટાધારી, દુર્બળ, મળથી મુલીન ગાવાવાળા અને વિપરીત રૂપવાળી યમદગ્નિને જોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org