________________
२४२
ઉપદેશમાળા રડવા લાગ્યો. તેથી રાજાએ તે આંગળી પિતાના મુખમાં રાખીને તેને સમાધિવાળે કર્યો. બાલ્યાવસ્થા વ્યતીત થતાં તેણે અન્ય રાજપુત્રીની સાથે પાણિગ્રહણ કર્યું અને તેની સાથે વિષયસુખ ભેગવવા લાગે.
કેણિકને દેવસદશ હલ અને વિહલ નામના બે નાના ભાઈએ થયા હતા. શ્રેણિક રાજાએ કુંડલ, હાર અને હસ્તી રૂપ દિવ્ય વસ્તુઓ પિતાના નાના પુત્ર હલ્લ વિહલ્લને આપી. તેથી ઈર્ષા ઉત્પન્ન થવાને લીધે કેણિકે પોતાના પિતાને કાષ્ઠના પિજરામાં નાંખે. અને પિતે રાજા થયે. પછી તે દરરોજ કેરડાના મારથી પિતાને પ્રહાર કરવા લાગ્યો. અન્યદા કેણિક રાજાની પત્ની પધાવતીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર બે વર્ષ થી ત્યારે કેણિક રાજા તેને પિતાના ખેાળામાં બેસાડી પુત્રના મૂત્રથી મિશ્ર અન્ન ખાવા લાગ્યો. પુત્રના મેહને લીધે તેને જરા પણ જુગુપ્સા ઉત્પન્ન થઈ નહિ. પછી તેણે પિતાની માતાની પાસે જઈ તે વાત કહીને પૂછયું કે “હે માતા! મને આ પુત્ર કે પ્રિય છે?” તે સાંભળીને માતાએ કહ્યું કે “હે શૂરમતે! આ તારે તે શે સ્નેહ છે? તારા પિતાને સનેહ પ્રથમ તારા ઉપર આ કરતાં પણ અત્યંત વિશેષ હતું. આ પ્રમાણે પિતાનું પૂર્વ વૃત્તાંત પિતાની માતાના મુખથી સાંભળીને પિતાના પિતાને કારાગ્રહમાં નાંખવા રૂપ પિતાના નિંદ્ય કર્મને નિંદતે સતે તે કુહાડે લઈને જલદી પાજરાને ભાંગવા માટે ચાલ્યા. પિતાના પુત્રને એવી રીતે આવતે જોઈ ભયભ્રાન્ત બનેલા શ્રેણિક રાજા તાલપુટ વિષના પ્રગથી પોતાના આયુષ્યને પૂર્ણ કરી સમકિતના લાભથી અગાઉ બાંધેલી પહેલી નરક પૃથ્વીને પ્રાપ્ત થયા, અર્થાત્ પહેલી નરકે ગયા. કેણિક રાજા પોતાના પિતાને મૃત્યુ પામેલા જોઈ અત્યંત રુદન કરવા લાગ્યું. તેણે પ્રેતવિધિ કરી. ત્યાર પછી તેના મુખ્ય સામતેએ અનેક પ્રકારના પ્રયોગોથી કેણિક રાજાને શેકથી નિવૃત્ત કર્યો,
નવા ગિના માલિક રામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org