________________
૨૯૮
ઉપદેશમાળા નાંખ્યું. પછી ચંદ્રગુપ્તને બેલાવીને તેના ઘોડા ઉપર બેસાડીને તેઓ આગળ ચાલ્યા. માર્ગમાં ચાણક્ય ચંદ્રગુપ્તને પૂછયું કે “હે વત્સ ! મેં જ્યારે તને અંગુલિ સંજ્ઞાથી બતાવ્યો ત્યારે તને શે વિચાર આવ્યો? ચંદ્રગુપ્ત કહ્યું કે “હે તાત! મેં વિચાર્યું કે આપે જે કર્યું હશે તે વ્યાજબી જ કર્યું હશે ” એ પ્રમાણે સાંભળીને ચાણક્ય ચિંતવ્યું કે “આ ચંદ્રગુપ્ત સુશિષ્યને પેઠે આજ્ઞાંકિત થશે.”
ચાણક્ય અને ચંદ્રગુપ્ત એ પ્રમાણે વાતચીત કરતાં ચાલ્યા જતા હતા, તેવામાં એક બીજે સ્વાર તેઓની પાછળ આવ્યો. ફરીથી પણ ચંદ્રગુપ્તને સરોવરમાં રાખીને લૂગડાં ધોતા ધબીને ભય દેખાડી નસાડી મૂકીને ચાણકય પોતે બી બની લૂગડાં છેવા લાગ્યો. એ વખતે ઘોડેસ્વારે આવીને પૂછ્યું કે ચંદ્રગુપ્ત કયાં છે?” ત્યારે ચાણક્ય પૂર્વવત્ અંગુલિસંજ્ઞાથી તેને તળાવમાં બતાવ્યો અને પ્રથમ પ્રમાણે તેનું પણ માથું કાપી નાખ્યું. પછી બંને જણ બેઉ ઘેડા ઉપર સ્વાર થઈ આગળ ચાલ્યા. મધ્યાહને ચંદ્રગુપ્તને ભૂખ લાગી. ત્યારે ચંદ્રગુપ્તને ગામની બહાર રાખી ચાણક્ય ગામમાં આવ્યું, તે વખતે તેની સામે દહીંભાત ખાઈને આવતે બ્રાહ્મણ મળ્યો. ચાણકયે પૂછયું કે “અરે ભટજી ! આપે શું ભેજન લીધું છે?” તેણે કહ્યું કે “મેં દહીંભાત ખાધા છે.” પછી ચાણકયે વિચાર કર્યો કે “ગામમાં શિક્ષાને માટે ફરતાં મને ઘણું વાર લાગશે, તેથી નંદ રાજાના પાછળ આવતાં દ્ધાઓ વખતે ચંદ્રગુપ્તને પકડીને મારી નાંખે, માટે આ બ્રહ્મણનું પેટ ચીરી દહીંભાતને પડી ભરીને લઈ જાઉં.” એમ વિચારી તે પ્રમાણે કરી તે કરંબાવડે ચંદ્રગુપ્તને જમાડીને સંધ્યા સમયે કેઈક ગામે પહોંચ્યા. ત્યાં ભિક્ષા અર્થે ભિક્ષુકવેષે કેઈ એક વૃદ્ધ સ્ત્રીને ઘેર ગયા. તે અવસરે તે વૃદ્ધાએ પોતાનાં બાળકોને ઉની રાબ પીરસેલી હતી, તેમાંથી એક બાળક થાળીના મધ્ય ભાગમાં હાથ નાંખવાથી બન્યો ને રડવા લાગે ત્યારે વૃદ્ધાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org