________________
૨૯૯
ઉપદેશમાળા નંદ રાજાના મયૂરપાલકના ગામમાં આવ્યો, અને સન્યાસીના વેષે ભિક્ષા અર્થે ફરવા લાગ્યું. ત્યાં મયૂરપાલકની સ્ત્રીને ગર્ભનાં માહાસ્યથી ત્રીજે મહિને ચંદ્રપાન કરવાને દોહદ થયેલ છે. તે દોહદ કઈ પણ ઉપાયથી પૂર્ણ થવાનું અશક્ય ધારી તે પિતાના ભર્તારને કહેતી નથી. અને દિવસે દિવસે દુર્બલ થતી જાય છે. પછી તેના ભરે તેને આગ્રહથી પૂછયું એટલે તેણે યથાર્થ હકીકત જણાવી. મયૂરપાલક પણ ચાણક્યને જોઈ દોહદને પૂર્ણ કરવાને ઉપાય તેને પૂછવા લાગ્યો. ત્યારે ચાણયે તેને કહ્યું કે “જે એ ગર્ભમાં રહેલો પુત્ર મને આપે તે આ દેહદ પૂર્ણ કરવાને ઉપાય હું કરું, નહિ તે દેહદ પૂર્ણ કર્યા સિવાય સીન અને ગર્ભને-બંનેને વિનાશ થશે.” એ પ્રમાણે સાંભળી પંચની સમક્ષ પુત્ર આપવાનું કબુલ કર્યું. એટલે ચાણક્ય એક ઘાસનું ઘર બનાવ્યું અને તેના ઉપર એક છિદ્ર રાખ્યું. એક માણસને ક્રમેક્રમે છિદ્ર ઢાંકવા માટે એક ઢાંકણું આપી તે ઘર ઉપર રાખે અને ઘરની અંદર ગર્ભવતી સ્ત્રીને રાખી. પછી જ્યારે પૂર્ણિમાને ચંદ્ર અર્ધ રાત્રિએ આકાશના મધ્ય ભાગમાં આવ્યો ત્યારે દૂધની ભરેલી થાળી લઈ તે સ્ત્રીની આગળ મૂકી, અને તે થાળીમાં ચંદ્રનું પ્રતિબિંબ પડયું ત્યારે ચાણકયે કહ્યું કે “હે ભાગ્યવતી ! તારા ભાગ્યથી આ ચંદ્ર અત્ર આવે છે, તેથી હર્ષિત થઈ તેનું પાન કર.” એ પ્રમાણે કહેતાં તેણે ચંદ્રનું પાન કરવાની શરૂઆત કરી. જેમ જેમ તે દૂધનું પાન કરતી હતી તેમ તેમ છાપરા ઉપર રહેલો માણસ પેલા ઢાંકણવતી છિદ્રને ઢાંકતે હતે. થાળીની અંદર રહેલા પ્રતિબિંબિત ચંદ્રનું સંપૂર્ણ પાન થયું એટલે પેલું છિદ્ર પણ પૂર્ણ ઢંકાઈ ગયું. તેને દોહદ પૂર્ણ થયો. કારણ કે તે સમજી કે “મેં ચંદ્રનું પાન કર્યું. એ પ્રમાણે તેને દેહદ પૂર્ણ કરી “આ ગર્ભ રાજ્યના અધિપતિ થશે” એમ નિશ્ચય કરી ચાણક્ય ધાતુવિદ્યા શિખવાને માટે દેશાંતર ગયે.
દેશાટન કરતાં કેટલેક કાળે ચાણક્યે રવર્ણસિદ્ધિ મેળવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org