________________
ઉપદેશમાળા
૨૯૫ કાર્ય સમાપ્ત થયે ખિન્ન મને તે પિતાને ઘેર આવી. ચાણકયે પૂછયું કે “તુ ઉદ્વેગ મનવાળી કેમ જણાય છે?” એટલે તેણે સઘળું બ્રાતૃસ્વરૂપ નિવેદન કર્યું. તે સાંભળી ચાણક્ય મનમાં વિચાર કર્યો કે “નિર્ધન એવી મારી સ્ત્રીને તેના સગા ભાઈએ પણ આદર આપે નહિ; તેથી હું ધન મેળવીને મારી સ્ત્રીને મને રથ પૂર્ણ કરીશ.” એમ ચિંતવી તે પરદેશ ચાલ્યો. ફરતાં ફરતાં પાટલીપુર નગરમાં નંદ રાજાને યાચવા માટે ગયો. ત્યાં રાજસભામાં રાજાનું મુખ્ય આસન હતું તેના ઉપર જઈને બેઠે. દાસીએ કહ્યું કે “હે બ્રાહ્મણ ! આ રાજાનું ભદ્રાસન છોડીને અન્ય આસન ઉપર બેસે.” ત્યારે ચાણક્ય કહ્યું કે “તે અન્ય આસન ઉપર મારું કમડલ રહેશે.” એ પ્રમાણે કહી તેણે તેના ઉપર પિતાનું કમડલ મૂક્યું પછી દાસીએ ત્રીજું આસન બતાવ્યું. ત્યારે ચાણક્ય કહ્યું કે તે આસન ઉપર મારો દંડ રહેશે.” એમ કહી ત્યાં દંડ મૂક્યો. ત્યારે દાસીએ ચોથું આસન બતાવ્યું. ત્યાં તેણે માળા મૂકી ત્યારે દાસીએ પાંચમું આસન બતાવ્યું. ત્યાં તેણે ય પવીત મૂકયું. એ પ્રમાણે તેણે પાંચે આસને રોક્યા, ત્યારે કેપિત થયેલી દાસીએ કહ્યું કે “અરે! તુ કેઈમેટો ઇષ્ટ દેખાય છે. કારણ કે પ્રથમનું ભદ્રાસન તું છોડતો નથી ને નવાં નવાં આસને રોકે છે.” પછી દાસીએ તેને પાદપ્રહાર કર્યો. તેથી પાદપ્રહાર કરાયેલા સર્પની માફક કોધથી ઊભા થઈને તે બે કે “દુષ્ટ ચાકરડી! તું અત્યારે મારી અવગણના કરે છે. પરંતુ જ્યારે પરંપરાથી આવેલા નંદના રાજ્યને ઉખેડી નાંખી આ સ્થાને નવીન રાજાને બેસાડું ત્યારે જ મારું નામ ચાણાક્ય ખરું.” એ પ્રમાણે કહી નગરની બહાર નીકળી મનમાં વિચાર કરવા લાગ્યો કે
પ્રથમ સાધુ મુનિરાજે મારી બાબતમાં કહ્યું છે કે “આ બાળક બિંબાંતરિત રાજા થશે.” માટે હું રાજા થવા લાયક કેઈ પુરુષને શેાધી કાઢું” એ પ્રમાણે વિચારી ઘણું ગામને નગર તો તે ૧ નામધારક કે રાજાની નીચે પૂર્ણ સત્તાધારી તરીકે થવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org