________________
ઉપદેશમાળા કરે લાંબા વખત સુધી રાજ્યમાં આસક્તિવાળે થવાથી જરૂર નરકે જશે.” એવું જાણું તેઓએ પુત્રના દાંત ઘસી નાખ્યા પછી ફરીને મુનિને પૂછતાં મુનિરાજે કહ્યું કે “દાંત ઘસવાથી તે કઈ રાજાને મંત્રી થશે અને કેઈને અગ્રેસર કરીને પોતે રાજ્યપાલન કરશે.” પછી ચાણક્ય કેટલેક કાળે માટે થવાથી, સર્વ વિદ્યામાં કુશળ થયે. યૌવનાવસ્થા પ્રાપ્ત થતાં ઉત્તમ દ્વિજપુત્રીની સાથે પાણિગ્રહણ કરી સાંસારિક સુખ ભોગવવા લાગ્યો. એક દિવસ ચાણક્યની પત્ની પિતાના ભાઈના લગ્નપ્રસંગે પિતાને ઘેર ગઈ, પરંતુ સામાન્ય વેષવાળીને ધનરહિત હોવાથી પિતાને ઘેર પણ તેને ચગ્ય સન્માન મળ્યું નહિ. તેની બીજી બહેનો ત્યાં આવેલી હતી. તેઓએ ઘણું ઘરેણું અને સુંદર કપડાં ધારણ કરેલાં હોવાથી ભાઈએ તેમને બહુ સમાન આપ્યું. “અહ! આ જગતનું મૂળ કારણ ધન જ છે. કહ્યું છે કે
જાતિઆંતુ રસાતલ ગુણગણુસ્તસ્યાધો ગચ્છતાં ! શીલ શૈલતટામ્પતત્વભિજન સંદધતાં વદ્ધિના ! શૌર્યે વૈરિણિ વજામાશુ નિપતત્વર્થોતુ નઃ કેવલં | યેનકેને વિના ગુણાતૃણવિપ્રાયા: સમસ્તા ઈમે છે
“અતિ રસાતલમાં જાઓ અને ગુણસમૂહ તેથી પણ નીચે જાઓ, શીલ પર્વતના શિખર ઉપરથી નીચે પડે, સગાંવહાલાં અગ્નિથી બળી જાઓ, શૂરવીરપણું ઉપર જલદી વજ પડે, પરંતુ અમને માત્ર ધન મળે; કેમકે એક ઘન વિના આ સમગ્ર ગુણ તૃણવત્ જેવા છે.”
બીજી બેનેને તેને ભાઈ સઘળાં કાર્યો વિગેરેમાં પણ પૂછે છે, પરંતુ ચાણક્યની પત્ની જે પોતાની બેન તેની તે સામું પણ જોતો નથી, તેથી તે ખેદ કરતી સતી ઘરને ખૂણે બેસીને વિચારે છે કે “મારા ધનરહિત જીવનને ધિક્કાર છે ! કારણ કે સગા ભાઈ એ પણ તે કારણથી પંક્તિભેદ કર્યો.” પછી વિવાહનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org