________________
કાણિક
અને નગર
શહેર હ
ઉપદેશમાળા
૨૯૧ વચનમાં રક્ત અને ક્ષાયક સમકિતધારી તેને પિતાના અંગથી જ ઉત્પન્ન થયેલા અને પ્રિય-વહાલા એવા પુત્રે કેણિક રાજાએ ક્ષય પમાડ્યો-વિનાશ પમાડ્યો તેમ.” ૧૪૭ અર્થાત્ પુત્રને સનેહ પણ એ વ્યર્થ સમજે. અહીં કેણિકરાજાનું દૃષ્ટાંત જાણવું.
કેણિક રાજાનું દષ્ટાંત શોભાયમાન ઘરેથી ભરપૂર અને નગરમાં પ્રસિદ્ધ એવા ઈશ્યજનેની શ્રેણીથી પૂર્ણ એવું રાજગૃહ નામે એક શહેર હતું. ત્યાં જિનભક્તિમાં રક્તચિત્તવાળે શ્રેણિક નામે રાજા રાજ્ય કરતે હતે. તે શ્રેણિક રાજાને ઉત્તમશીલ અને લાવણ્યથી ભરપૂર સુંદર રૂપવાળી, અત્યંત પ્રીતિવાળી અને નિર્મળ ગૌર વર્ણવાળી ચિલણ નામે પટ્ટરાણ હતી. શ્રેણિક રાજા સાથે પૂર્વ જન્મમાં જેણે વર બાંધ્યું છે અને જેણે પુષ્કળ તપ કર્યું છે એ કઈ જીવ છીપની અંદર જેમ મોતી ઉત્પન્ન થાય તેમ ચિલણના ગર્ભમાં ઉત્પન્ન થયે. પછી ચિલણને ગર્ભના પ્રભાવથી ત્રીજે મહિને પિતાના પ્રાણનાથના હૃદયનું માંસ ખાવારૂપ અશુભ દેહદ ઉત્પન્ન થયે, તેથી તે ઘણું દુર્બળ થતી ગઈ. રાજાએ રાણીને દુર્બળતા સંબંધી આગ્રહપૂર્વક પૂછયું ત્યારે તેણે પોતાને દુષ્ટ વિચાર જણાવ્યું. તે સાંભળી કામરાગ વડે રાજાએ તેને કહ્યું કે “હે કમલાક્ષી! તું જરા સ્વસ્થ થા.” પછી રાજાએ તે વાત અભય કુમારને કરી. તેણે રાજાના હૃદય ઉપર અન્ય પ્રાણીનું માંસ બાંધી, છરીથી તેને કાપીને રાણીને દેહદ પ્રપંચથી પૂર્ણ કર્યો, તે કૃશાંગીએ ક્રમે કરી પુત્રને જનમ આપ્યું અને તે જીવતા પુત્રને અશોકવાડીમાં કેઈ વૃક્ષના મૂળમાં મૂક્યો. તે વાત દાસીમુખથી સાંભળીને રાજાએ નેહવશે તે પુત્રને લઈ આવી પાછો રાણીને સે. રાજાએ હર્ષથી પ્રથમ તે પુત્રનું નામ અશોકચંદ્ર પાડયું. પરંતુ કુકડાએ તેની આંગળીને દેશ કર્યો હતો તેથી તે બાળક ઉક્ત દંશને લીધે કેણિક નામથી ઓળખાવા લાગ્યા. તે આંગળીની વેદનાથી તે બાળક મેટેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org