________________
ઉપદેશમાળા
૨૮૯ છે. વિષયો કિપાક ફળની પેઠે પ્રારંભમાં રમ્ય લાગે છે પણ પરિણામે અતિ દારુણ છે. લાંબે વખત તેનું સેવન કરીએ તે પણ તેનાથી તૃપ્તિ થતી નથી. તેથી આ વિષયની અભિલાષાને તજી દઈને જિનદિત શુદ્ધ ધર્મ આચાર કે જેથી તેને સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થશે.” પઢિલાએ તે વાત કબુલ કરી અને પિતાના ભર્તારની આજ્ઞા લઈને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. ભરે પણ ક્રોધરહિત થઈને કહ્યું કે “તને ધન્ય છે કે તે આ ઉત્તમ ધર્મ ગ્રહણ કર્યો, હવે તું દેવીરૂપ થશે, માટે દેવી થઈને તારે મને પ્રતિબંધ પમાડવાને માટે જરૂર આવવું.” તેણે તે કબુલ કર્યું. તે પિટ્ટિલા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગી, અને ચિરકાળ સુધી નિર્દોષ ચારિત્ર પાળી દેવલોકમાં ઉત્પન થઈ.
પછી અવધિજ્ઞાનથી પિતાને પૂર્વ ભવ જાણ પૂર્વ ભવના ભતરને પ્રતિબંધ કરવા માટે તે પિફ્રિલાદેવ મંત્રી પાસે આવ્યા. તેણે ઘણે ઉપદેશ કર્યો, પણ તેટલીપુત્ર પ્રધાન પ્રતિબંધ પામ્યો નહિ. તેથી દેવે વિચાર્યું કે “આ રાજ્યમેહથી પ્રતિબોધ પામતે નથી. પછી તે દેવે રાજાનું ચિત્ત પ્રધાન ઉપરથી ફેરવી નાંખ્યું. એટલે મંત્રી જ્યારે સભામાં આવ્યું ત્યારે રાજા પરા મુખ થઈને બેઠા, મંત્રીને દર્શન આપ્યું નહિ. તેથી તેટલીપુત્રે વિચાર્યું કે
રાજા મારા ઉપર રાષ્ટમાન થયા છે. કેઈ ટુટે મારું છિદ્ર તેમને કહેલું જણાય છે. આમાં ખબર પડતી નથી કે રાજા મને શું કરશે? અથવા ક્યા પ્રકારના મરણથી મને મારશે? તેથી આત્મઘાત કરીને મરવું એ જ વધારે સારું છે.” એ પ્રમાણે વિચાર કરી ઘરે આવીને તેણે ગળામાં ફસે નાંખ્યો. દેવના મહાસ્યથી તે પાશ તૂટી ગયો; એટલે વિષ ખાધું તે પણ અમૃત જેવું થઈ ગયું. ત્યારે તરવારથી પોતાનું મસ્તક કાપવાને આરંભ કર્યો. દેવે ખડગની ધાર બાંધી લીધી. વળી અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થયે. તે અગ્નિ જળરૂપ થઈ ગયે. એ પ્રમાણે તેણે લીધેલા મરણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org