________________
ઉપદેશમાળા તેથી મંત્રીએ તેની શય્યા જુદી કરાવી, જેથી પિફ્રિલાના મનમાં ઘણું દુખ થવા લાગ્યું. કહ્યું છે કે
આજ્ઞાભંગ નરેદ્રાણુ, ગુરુનું માનમર્દનમ ! પ્રથક શય્યા ચ નારણિયશસ્ત્રવધ ઉચ્યતે |
“રાજાઓની આજ્ઞાને ભંગ કરે, ગુરુઓના માનનું મર્દન કરવું અને સ્ત્રીઓની જુદી શમ્યા કરવી–એ શસ્ત્ર વગરને વધે છે.”
ભર્તારના અપમાનથી પીડિત થયેલી પિટ્ટિલા વિશેષ પ્રકારે દાન વિગેરે ધર્મ કરવા લાગી. તે સમયે તેને ઘેર એક સુત્રતા નામના સાદેવી આહારને માટે આવ્યા. તેની સન્મુખ જઈ શુદ્ધ આહાર વહોરાવી હાથ જોડીને પિટ્ટિલાએ કહ્યું કે “હે ભગવતી ! તેવું કાંઈક કરે કે જેથી મારો ભર્તાર માટે વશ થાય. પરોપકાર એ જ મેટું પુણ્ય છે. કહ્યું છે કેદેપુરિસે ધરઈ ધરા, અહવા દોહિ વિ ધારિયા ધરણી! ઉયારે જસ્સ મઈ વિયારે જ ન વિસરાઈ છે
બે પુરુષ ઉપર આ પૃથ્વી ધારણ કરાયેલી છે અથવા બે પુરુષોએ આ પૃથ્વીને ધારણ કરી છે. (તે બે પુરુષ કેશુ?) એક તો જેને ઉપકાર કરવામાં બુદ્ધિ વતે છે–ઉપકાર કરવામાં જે તત્પર છે, અને બીજો જે ઉપકારને વિસર નથી—કઈ એ ઉપકાર કર્યો હોય તે તે ભૂલી જતે નથી.”
એ પ્રમાણે પિફ્રિલાનું કહેવું સાંભળીને સુત્રતા સાધવીએ કહ્યું કે-“આ તું શું બોલી? ઉત્તમ સ્ત્રીએ આવી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. કારણ કે મંત્ર વિગેરેથી પતિને વશ કરે એ મોટો દોષ છે, અને અમે તે સર્વવિરતિ ગ્રહણ કરેલી છે, તેથી કામણ વિગેરે કરવાં એ અમને ઉચિત જ નથી. તું જે ભોગ ભોગવવાને માટે વશીકરણ કરવા ઈચ્છે છે તે ભેગે સાંસારિક દુઃખના કારણભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org