________________
२६०
ઉપદેશમાળ અર્થ–“કામદેવ નામના ગૃહસ્થ શ્રાવકને પણ તપગુણથી મદેન્મત્ત હસ્તી સર્ષ અને રાક્ષસને ભયંકર અટ્ટહાસ વિગેરેથી દેવતા ચલાવી શક્યો નહિ.” અર્થાત્ દેવકૃત ભયંકર ઉપસર્ગથી કામદેવ શ્રાવક છતાં પણ ચળ્યો નહિ, તે મુનિ તે શેના જ ચળે? આ દૃષ્ટાંત બીજા મુનિ અને શ્રાવકે એ ગ્રહણ કરવું. અહીં કામદેવ શ્રાવકને સંબંધ જાણ. ૩૭.
કામદેવ શ્રાવકનું વૃત્તાંત ચંપાનામની મોટી નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતે હતે. તે નગરીમાં કામદેવ નામે ગાથાપતિ (વ્યાપારી) વસતે હતું, તે બહુ ધન-ધાન્યથી સમૃદ્ધિવાન હતું, તેને ભદ્રા નામે સ્ત્રી હતી. તેણે એક દિવસ મહાવીર સ્વામીની દેશના સાંભળી. ભગવાને પ્રથમ સમકિતનું સ્વરૂપ નિરૂપણ કર્યું. તેમાં જણાવ્યું કે દર્શન મોહનીય કર્મના ઉપશમાદિકથી અરિહંતે કહેલા જીવાદિતમાં સમ્યગ્ર શ્રદ્ધા થવી તે સમ્યક્ત્વ જાણવું. અથવા આત્માના શુભ પરિણામ એટલે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ ત્રણ તના અધ્યવસાય તે સમ્યકત્વ જાણવું. કહ્યું છે કે
અરિહં દેવે ગુણે, સુસાહુણે જિણમયં મહાપ્રમાણે ઈચ્ચાઈ સુહે ભાવ, સમ્મત્તે વિતિ જગગુણે છે
અરિહંત, દેવ, સુસાધુ ગુરુ અને જિનમત એ મારે પ્રમાણ છે, ઈત્યાદિ શુદ્ધ ભાવને જગતગુરુ સમકિત કહે છે.” અહંતધર્મનું મૂળ સમકિત છે. કહ્યું છે કે “શ્રાવકના બાર વ્રતના તેરસે શશી કોડ, બાર લાખ, સત્તાવીશ હજાર, બસે ને બે ભાંગા થાય છે; એ સર્વ ભાંગાએામાં સમકિત પહેલે ભાંગો છે. સમકિત બિના બીજા એક પણ ભાંગાને સંભવ નથી. કહ્યું છે કે
મૂલં દારં પઈઠાણું, આહારે ભાયણે નિહી ડુબક્ક સાવિધમ્મસ સન્મત્ત પરિકિશ્વિયં છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org