________________
૨૬૫
ઉપદેશમાળો આયુષ્યવાળા દેવ થયે ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં સિદ્ધિપદને પામશે.
જેવી રીતે કામદેવે શ્રાવક છતાં પણ ભયંકર ઉપસર્ગો સહન કર્યા તેવી રીતે મેક્ષાર્થી સાધુઓએ પણ ઉપસર્ગો સહન કરવા, એવો આ કથાને ઉપદેશ છે. ભાગે અભુજમાણુવિ, કેઈ મેહા પતંતિ અહર ગઈ કુવિઓ આહારથ્વી, જનાઈજગુસ્સ દમનુષ્ય છે ૧રર છે
અર્થ --“કેટલાક પ્રાણીઓ ભોગને ભગવ્યા વિના તેની ઈચ્છા કરતા સતા પણ મોહ ને અજ્ઞાન, તે થકી અધોગતિનરકતિર્યંચ ગતિમાં પડે છે. કેની જેમ? યાત્રાએ–ઉજાણી અર્થે વનમાં ગયેલા લોકોની ઉપર (આહાર ન આપવાથી) કોપાયમાન થયેલા આહારના અર્થી કુમક એટલે ભિક્ષુકની જેમ.” ૧૨૨.
- મનવડે દુર્ણન ચિંતવવાથી જેમ તેણે દુગતિરૂ૫ ફળ પ્રાપ્ત કર્યું તેમ બીજા પણ પ્રાપ્ત કરે છે. અહીં તે કુમકને સંબંધ જાણવો. ૩૮.
- કુમકનું દષ્ટાંત રાજગૃહ નગરને વિષે કોઈ એક ઉત્સવમાં સર્વ લોકે વૈભારગિરિ ઉપર ઉજાણીએ ગયા હતા. તે વખતે કઈ ભિક્ષુક ભજનની ઈચ્છાથી નગરમાં ભમતાં ભેજન નહિ મળવાથી વનમાં આવ્યું. ત્યાં પણ તે સર્વત્ર ભટક, પણ અંતરાય કર્મના ઉદયથી તેને કેઈએ ભિક્ષા આપી નહિ; તેથી તે સર્વની ઉપર ગુસ્સે થઈ વિચારવા લાગ્યું કે “ અરે આ નગરના લેકે અતિ દુષ્ટ છે. કારણ કે તેઓ ખાય છે, પીએ છે, ઈચ્છા મુજબ ભજન કરે છે, પરંતુ મને જરા પણ ખાવાનું આપતા નથી. તેથી હું વૈભારગિરિ ઉપર ચડી મોટી શિલા ગબડાવીએ આ સર્વ દુષ્ટોને ચૂર્ણ કરી નાંખું” એ પ્રમાણે વિચાર કરતે રદ્ર ધ્યાનથી વૈભારગિરિ પર ચડ્યો અને ત્યાંથી એક મોટી શિલા ગબડાવી
ગાથા ૧૨-અરગમં–અધોગતિ જત્તાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org