________________
૨૮૨
ઉપદેશમાળા અન્યરાજા સાથે વિષયાસક્ત થયેલી ચલણીએ પિતાના ચક્રવતી થનાર પુત્રને પણ વચ્ચેથી ફસ કાઢી નાંખવાની બુદ્ધિથી પ્રાણાંત કચ્છમાં નાખે. અહીં ચલણને સંબંધ જાણ.
ચલણી રાજાનું દષ્ટાંત કપિલ્યપુર નગરમાં બ્રહ્મ નામે રાજા હતા. તેને ચલણ નામે રાણી હતી. તેની કુક્ષિથી ચૌદ વપ્નવડે સૂચિત પુત્ર જન્મે. તેનું બ્રહ્મદત્ત નામ પાડવામાં આવ્યું. હવે બ્રહ્મરાજાને બીજા ચાર રાજાઓ મિત્ર હતા. પહેલે કણેરદત્ત નામે કુરુદેશને રાજા, બીજે કાશીદેશને અધિપતિ કટકદત્ત નામે રાજા, ત્રીજે કેશલપતિ દીર્ઘ નામે રાજા અને ચોથે અંગપતિ પુષ્પચૂલ નામે રાજા હતા. પાંચમે પતે હતો. એ પાંચે પરસ્પર અતિગાઢ મિત્રતા હતી. તેઓ ક્ષણમાત્ર પણ એક બીજાનો વિયેગ સહન કરી શકતા નહોતા. તે પચે જણે પ્રતિવર્ષ અનુક્રમે એક એકના શહેરમાં જઈને એકઠા રહેતા હતા.
એ પ્રમાણે એક વખત પંચે રાજાએ કપિલ્યપુરમાં એકઠા મળ્યા હતા. તે વર્ષે બ્રહ્મ રાજા મસ્તકના વ્યાધિથી પરલોકવાસી થયા. તે વખતે બ્રહ્મદત્ત કુમાર બારવર્ષની લઘુવયને હતું તેથી ચારે મિત્રોએ વિચાર્યું કે “આપણું પ્રીતિપાત્ર પરમમિત્ર બ્રહ્મ રાજા પંચત્વ પામ્યા છે અને તેને પુત્ર માને છે, માટે આપણામાંથી એકેક જાણે દરવર્ષે આ રાજ્યની રક્ષા કરવા માટે અહીં રહેવું.” એ પ્રમાણે વિચાર કરી દીર્ઘ રાજાને ત્યાં મૂકી બીજા ત્રણ રાજાએ પોતપોતાને નગરે ગયા. દીર્ઘ રાજાએ ત્યાં રહેતા સતા બ્રહ્મરાજાના કે ઠાર અને અંતઃપુરમાં જતાં-આવતાં એક દિવસે ચલણી રાણીને નવયૌવના જોઈ તેથી તે કામરાગથી પરાધીન થયે. ચલણ પણ દીર્ઘ રાજાને જોઈને રાગવતી થઈ બંનેને પરસ્પર વાતચીત થતાં મહાન કામરાગ ઉત્પન્ન થયે, તેથી તે બંનેને પરસ્પર શરીરસંબંધ થયે. અનુક્રમે દીર્ઘ રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org