________________
ઉપદેશમાળા
૨૮૫ પુણ્ય કરે, અન્યત્ર જવાથી શું વિશેષ છે?” ઘનુ મંત્રીએ એ વાત કબૂલ કરી. પછી ગંગાને કિનારે દાનશામાં રહીને તેણે લાક્ષાગૃહથી બે ગાઉ સુધી સુરંગ ખોદાવી, અને વરધનુ મારફત પુષ્પચૂલ રાજાને જણાવ્યું કે “આજ શયનભુવનમાં તમારી પુત્રીને બદલે સર્વ અલંકારોથી અલંકૃત કરીને કેઈ રૂપવતી દાસીને મોકલજે.” તેથી પુષ્પશૂલ રાજાએ દાસીને મોકલી. બ્રહ્મદત્ત પિતાના પ્રાણપ્રિય મિત્ર વરધનુ સાથે શયનગૃહમાં આવ્યા. દાસી પણ ત્યાં આવી. બ્રહ્મદત્ત તે જાણે છે કે “આ મારી પ્રાણવલ્લભા છે.' દાસીનું સ્વરૂપ તે જાણતા નથી. તે વખતે વરધનુએ મૃગાર ઉપર કથા કહેવાનું શરૂ કર્યું. તે સાંભળવાના રસમાં મગ્ન થવાથી બ્રહ્મદત્તને પણ નિદ્રા આવી નહિ. હવે મધ્ય રાત્રિએ સવેલકે સુઈ જતાં ચલણ રાણેએ આવીને લાક્ષાગૃહને આગ લગાડી, તે લાક્ષાગૃહને તરફથી બળતું જેઈને બ્રહ્મદતે કહ્યું કે “હે મિત્ર! હવે શું કરવું?” ત્યારે વરધનુએ કહ્યું કે મિત્ર! ચિંતા શા માટે કરે છે? આ જગ્યા ઉપર પગને પ્રહાર કરો.” પછી બ્રહ્મદત્ત પગના પ્રહારથી સુરંગનું બારણું ઉઘાડ્યું. બંને જણ પેલી સ્ત્રીને ત્યાં જ રહેવા દઈને તે માર્ગે નાસી ગયા. સુરંગને છેડે મંત્રીએ પવનવેગી બે છેડા તૈયાર રાખ્યા હતા. બંને જણ તે બે ઘોડા ઉપર સવારી કરીને ભાગ્યા. પચાસ એજન ગયા ત્યાં બંને ઘેડા અત્યંત શ્રમિત થઈ જવાથી મરી ગયા. તેથી તે બંને જણા પગે ચાલીને કેષ્ટક નગરે ગયા. ત્યાં કેઈ બ્રાહ્મણને ઘેર ભેજન લીધું અને તે બ્રાહ્મણની પુત્રી સાથે બ્રહ્મદત્ત પર. પછી ઘણું શહેર અને ઘણું ગામમાં કેઈ ઠેકાણે ગુપ્ત રીતે અને કેઈ ઠેકાણે પ્રગટપણે ફરતાં ફરતાં તે બ્રહ્મદત્ત અનેક સ્ત્રીઓ પરણ્યો. એ પ્રમાણે એક વર્ષ ભમ્યા. અનુક્રમે કપિપપુરમાં આવી દીર્ઘ રાજાને મારી નાંખીને પિતાનું રાજ્ય લીધું. પછી છ ખંડ સાધીને તે બારમે ચક્રી થશે.
એક દિવસે રાજ્યનું પાલન કરતાં પુષ્પ ગુચ્છ જોઈને બ્રહ્મદત્તને જાતિસ્મરણશાન થયું. પૂર્વ ભવને ભાઈ ચિત્રને જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org