________________
૨૮૪
ઉપદેશામળા સંવદ્ધય સ્વયં છેતુમસાંપ્રતમ” “ઝેરનું વૃક્ષ પણ મોટું કરી પિતે કાપી નાંખવું એ અયુક્ત છે.” દીર્ઘ રાજાએ ફરીથી રાણીને કહ્યું કે “કુમારને મારી નાંખ, નહિ તારી સાથે સંબંધથી સયું.” એ સાંભળીને રાણીએ વિચાર કર્યો કે “વિષયસુખમાં વિન્ન કરનાર આ પુત્ર શા કામને માટે તેને અવશ્ય મારી નાંખવું જોઈએ.” અહો આ વિષયવિલાસને ધિક્કાર છે ! કહ્યું છે કે
દિવા પશ્યતિ નો ઘક:, કાકો નક્ત ન પશ્યતિ અપૂર્વ કેડપિ કામાંધે, દિવા નક્ત ન પશ્યતિ |
“ઘૂવડ દિવસે જોઈ શકતા નથી, કાગ રાત્રિએ જોઈ શકતે. નથી, પણ કામાંધ પુરુષ તો કેઈ અપૂર્વ અંધ છે કે દિવસે તેમજ રાત્રિએ–બંને વખતે જોઈ શકતો નથી. પછી ચલણીએ વિચાર કર્યો કે “આ પુત્રને પણ મારે અને યશની પણ રક્ષા કરવી, માટે પુત્રને મોટા મહોત્સવથી પરણાવી એક લાક્ષાગૃહ કરાવી તેની અંદર સૂતેલા તેને બાળી નાખું. જેથી લોકમાં મારો અપયશ ન થાય.” એ પ્રમાણે વિચાર કરી તેણે લાક્ષાગૃહ કરાવ્યું અને તેને ચુનાથી ધેળાવ્યું. પછી પુષ્પચૂલ રાજાની પુત્રી સાથે મોટા મહત્સવથી તેને પરણાવ્યું. તે સઘળું ધન મંત્રીએ જાણ્યું અને મનમાં વિચાર કર્યો કે “આ પાપિણીએ પુત્રને મારવાને ઉપાય કર્યો છે, પણ હું તેની રક્ષા કરવાને ઉપાય કરું. એ પ્રમાણે વિચાર કરી તેણે દીર્ઘ રાજાની પાસે જઈને કહ્યું કે “હે રાજન્! હું હવે વૃદ્ધ થયો છું, તેથી આપ આજ્ઞા આપે તો હું તીર્થયાત્રાએ જાઉં અને મારો પુત્ર વરધનું આપની સેવા કરશે.” એ સાંભળીને દીર્ઘ રાજાએ વિચાર કર્યો કે “આ મંત્રી દર રો સતે કંઈક પણ વિપરીત કરશે, માટે તેને તે પાસે જ રાખવે સારો.’ એ પ્રમાણે મનમાં વિચાર કરી દીધું રાજાએ કહ્યું કે “તીર્થગમન કરવાનું શું કારણ છે? અહીંઆ જ તીર્થરૂપ ગંગા છે, તેથી ગંગાને કિનારે દાનશાલામાં રહી દાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org