________________
૨૬૪
ઉપદેશમાળે મને શ્રદ્ધા ન આવવાથી હું અહીં તારી પરીક્ષા કરવાને માટે આવ્યું હતું, પરંતુ જે પ્રમાણે ઈન્દ્ર તારી પ્રશંસા કરી હતી તે પ્રમાણે જ મેં મારી નજરે જોયું છે.” આ પ્રમાણે કહી સ્તુતિ કરીને તે દેવ પોતાને સ્થાનકે ગયે.
પ્રાત:કાળે કાયોત્સને પારી કામદેવ શ્રાવક સમવસરણમાં ભગવાનને વાંદવા ગયે. ત્યાં તેને ભગવંતે કહ્યું કે “હે કામદેવ! આજ મધ્યરાત્રિએ કેઈ દેવે તેને ત્રણ ઉપસર્ગ કર્યા એ વાત ખરી છે?” કામદેવે કહ્યું કે “હે સ્વામી! તે વાત ખરી છે. પછી ભગવાને સર્વ સાધુઓ અને સાધવીઓને બેલાવીને કહ્યું કે “હે દેવાનુપ્રિયા ! જ્યારે આ કામદેવ શ્રાવકધર્મમાં રહેતે સતે પણ દેવાએ કરેલા ઉપસર્ગોને સહન કરે છે તે કૃતના જાણુ સાધુઓએ તો તે સમ્યફ પ્રકારે સહન કરવા જ જોઈએ.” આ પ્રમાણેનું ભગવાનનું વાક્ય વિનય પૂર્વક સઘળા સાધુ સારવીએ સાંભળ્યું અને અંગીકાર કર્યું.
આ કામદેવ ધન્યાત્મા છે કે જે કામદેવની ભગવાને પોતાના મુખે પ્રશંસા કરી. કહ્યું છે કે – ઘણું તે જિઅલાએ, ગુર નિવસતિ જસ્સ હિયયંમિ ધનાણુ વિ સે ધને, ગુરૂણહિયએ વસઈ જે ઊં છે
આ જીવલેકમાં તે પુરુષ ધન્ય છે કે જેના હૃદયમાં ગુરુમહારાજ વસે છે, અને તે તે ધન્યમાં પણ ધન્ય છે કે જે ગુરુમહારાજના હૃદયમાં વસે છે.”
આ પ્રમાણે લોકથી રસ્તુતિ કરા કામદેવ ભગવાનને વાંદી પિતાને ઘેર આવ્યા. પછી તેણે શ્રાવકની દર્શન આદિ અગ્યાર પ્રતિમાને સારી રીતે આરાધી અને વિશ વર્ષ સુધી શ્રાવકપર્યાય પાળી છેવટે એક માસની સલખણુ વડે સારી રીતે સર્વ પાપની આલોચના પ્રતિક્રમણ કરીને ડાળ માપે કાળ કરી સૌધર્મ નામના દેવલોકમાં અરુણામ નામના વિમાનમાં ચાર પલ્યોપમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org