________________
૨૫૮
ઉપદેશમાળા આપ બેલ્યા છે કે હું કમલામેલાને મેલાપ કરાવનાર છું તે તે વાત સત્ય કરે. સત્ પુરુષો પિતાનું બોલેલું પાળે છે.” કહ્યું છે કે – જે ભાસંતેણુવિ સજજPણ, જે ભાસિયં મુહે વયણું તવ્યયણસાહણથં, સપુરિસા હુંતિ ઉજજમિયા છે
લતાં બોલતાં સજજનો પિતાને મુખે જે વચન બેલે છે તે વચન સાધવાને-સત્ય કરવાને માટે સતપુરુષે ઉદ્યમવંત હોય છે. ” વળી સપુરુષે પરોપકાર કરવામાં પણ કુશળ હોય છે.
મનસિ વસિ કાયે પુણ્યપીયૂષપૂર્ણાસ્ત્રિભુવનમુપકારશ્રેણિભિઃ પ્રીયતા પરગણુપરમાણુનું પર્વતીકૃત્ય નિત્ય નિજહુદિવિકસત્તા સન્તિ સન્તઃ કિયતઃ | “મન વચન અને કાયામાં પુણ્યરૂપી અમૃતથી ભરેલા, અનેક પ્રકારના ઉપકારોથી આખા ત્રિભુવનને પ્રસન્ન કરનારા અને હમેશાં અન્યના પરમાણુ જેવા અ૮૫ ગુણોને પણ પર્વત જેવા મોટા કરીને સ્વહૃદયમાં આનંદ પામતા એવા કેઈક જ સત્પુરુષે હેય છે.” એ કારણથી હે કાકા! કમલામેલાને મેલાપ મને કરાવે.'
આ પ્રમાણે સાંભળીને શબકુમારે તે વાત કબૂલ કરી. પછી પિતાની વિદ્યાના બળથી કમલામેલાના ઘર સુધી સુરંગ દેવરાવીને તે સુરંગદ્વારાએ કમલામેલાનું હરણ કર્યું અને દ્વારિકા નગરીના ઉદાનમાં આવ્યું. પછી નારદ મુનિને બોલાવીને તેની સાક્ષીએ શુભ મુહૂર્ત સાગરચંદ્રની સાથે તેને પરણાવી. અહીં તે કન્યાના માતપિતાએ કન્યાનું હરણ થયું છે એમ જાણ સર્વત્ર તપાસ કરી તે તે વનમાં માલમ પડી, એટલે તેમણે કૃષ્ણની આગળ રિયાદ કરી કે “હે સ્વામિન્ ! આપ સમર્થ નાથ છતાં હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org