________________
ઉપદ
ઉપદેશમાળા એ પ્રમાણે કહી સાગરચંદ્રના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરીને નારદમુનિ કમલામેલાના મંદિરે આવ્યા. તેણે પણ નારદ મુનિને અતિ સત્કાર કર્યો અને પૂછ્યું કે “કાંઈક આશ્ચર્યકારી વાર્તા કહો.” ત્યારે નારદે કહ્યું કે “જેવું આશ્ચર્યકારકરૂપ સાગરચંદ્રનું છે તેવું રૂપ આ પૃથ્વીમાં બીજા કેઈ પુરુષનું નથી. તેના રૂપની ઉપમા ભૂમિ ઉપર તો નથી. તેના રૂપમાં અને નભસેનના રૂપમાં મોટો તફાવત છે. ” એ પ્રમાણે કહીને નારદ મુનિ ઉત્પતી ગયા.
હવે નારદનાં વચનથી કમલામેલા સાગરચંદ્ર ઉપર રાગવાળી થઈ તેથી નભસેન પ્રત્યે વિરક્ત મનવાળી થઈને વિચાર કરવા લાગી કે “એવું મારું ભાગ્ય ક્યાંથી હોય કે સાગરચંદ્રની સાથે મારો સંબંધ જોડાય. તેના વિના મારું યૌવન તથા આ મારો દેહ વૃથા છે. એ પ્રમાણે મનની અંદર સાગરચંદ્રનું ધ્યાન કરતી રહેલી છે. તે અવસરે નારદના મુખથી કમલામેલાની પ્રીતિ જેણે જાણેલી છે એ સાગરચંદ્ર પણ તે બાળાનું ધ્યાન કરતો સતે ક્ષણમાત્ર પણ આનંદ મેળવી શકતા નથી. જેમ ધતૂરાનું ભક્ષણ કરવાથી માણસ ચારે તરફ સુવર્ણ જુએ છે, તેમ સાગરચંદ્ર પણ મેહવશ થઈને સર્વત્ર કમલામેલાને જ જુએ છે. તે તેનામાં તન્મય થઈ ગયું છે. કહ્યું છે કે – પ્રાસાદે સા દિશિ દિશિ ચ સા પૃષ્ઠતઃ સા પુરસ્સા પર્ય કે સા પથિ પથિ ચ સા તદ્ધિયોગાતુરસ્ય ! હંહ ચેનઃ પ્રકૃતિરપરા નાસ્તિ મે કાપિ સા સા સા સા સા સા જગતિ સકલે કાયમ દ્વૈતવાદ છે
કમલામેલાના વિયોગથી આતુર થયેલા સાગરચંદ્રને મહેલમાં, દરેક દિશામાં પૃથ્ય તેમજ અગ્ર ભાગમાં, શય્યામાં તથા દરેક રસ્તામાં જ્યાં જુએ છે ત્યાં કમલામેલા જ લેવામાં આવે છે. અરે ચિત્ત! તે બાળા મારાથી જુદી છે, તે કાંઈ મારી (પ્રકૃતિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org