________________
૨૪૮
ઉપદેશમાળા' રાજાની પાસે મેક. તે પત્રમાં લખ્યું કે “આ પત્ર લાવનાર સુજાતકુમારને મારી નાંખવો.” તે વાક્ય વાંચીને ચંદ્રવજ રાજાએ વિચાર કર્યો કે “આ પુરુષરતનને મારી નાંખવાનું શા માટે લખે છે?” પછી ગુપ્તચર એકલી તેણે સર્વ હકીકત જાણી લીધી. પછી તેણે પેલે ફૂટપત્ર ગુપ્ત રીતે પિતાની પાસે સાચવી રાખે, અને પિતાની બેન “ચંદ્રયશા ને સુજાતકુમારની સાથે પરણાવી તેને પોતાના મહેલમાં રાખે. ચંદ્રયશાના સંયોગથી સુજાતકુમારને રોગ ઉત્પન્ન થયે, તેથી ચંદ્રયશા વિચારવા લાગી કે “મને ધિક્કાર છે કે મારા સંયોગથી આ પુરુષ રોગી થયો ત્યારે સુજાતકુમારે કહ્યું કે “હે સુલોચના! આમા તારો કાંઈ અપરાધ નથી, મારાં અશુભ કર્મને આ દોષ છે.” ઈત્યાદિ વચનથી ચંદ્રયશા પ્રતિબંધ પામી, વૈરાગ્યપરાયણ થઈ, અનશન અંગીકાર કરીને સમાધિથી મૃત્યુ પામી દેવપણે ઉત્પન્ન થઈ અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણી ત્યાં આવી અને સુજાતકુમારને કહ્યું કે “હે સ્વામિન્ ! તમારા પ્રસાદથી હું ચંદ્રયશાનો જીવ દેવ થયેલ છું, માટે જે આજ્ઞા હોય તે કરું.” સુજાતકુમારે કહ્યું કે “મને મારાં માતાપિતા પાસે પહોંચાડ અને મારું કલંક ઉતાર, જેથી હું દીક્ષા ગ્રહણ કરું. દેવે તત્કાળ તે પ્રમાણે કર્યું. સુજાતકુમારને ચંપાનગરીના ઉદ્યાનમાં મૂક્યો અને નગરપ્રમાણ શિલા વિકુવને ચંદ્રપ્રભ રાજાને ભય પમાડી કહ્યું કે “હે નરાધમ ! તે આ સુજાતકુમાર ઉપર વિરુદ્ધ આચરણ કેમ કર્યું?” તેથી રાજાએ ભયબ્રાંત થઈ પગમાં પડીને સઘળી હકીકત યથાર્થ નિવેદન કરી અને સુજાતકુમારના પગમાં પડી વારંવાર ખમાવવા લાગ્યો. દેવે પણ શિલા સંહરી લીધી. પછી રાજાએ સુજાતકુમારને હાથી ઉપર બેસાડી મોટા મહોત્સવ સાથે નગરમાં આણો. સુજાતકુમાર પિતા સાથે દીક્ષા લઈ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મેસે ગયે.
ધમષ મંત્રીને રાજાએ દેશનિકાલ કર્યો. તેના છોકરાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org