________________
હેપર્શેશમાળા
૨૪૭ મુનિની ચંડપ્રદ્યોત નામે રાજાએ હાંસી કરી કે “હે મિમિત્તિક! તમને વંદન કરું છું.” માટે મુનિ મહારાજાએ થડે પણ ગૃહસ્થને પ્રસંગ ન કરવો.” ૧૧૩. અહીં વરદત્ત મુનિનો સંબંધ જાણ. વાર્તાક ષિનું બીજું નામ વરદત્તમુનિ જાણવું. ૩૪.
વરદત્ત મુનિનું દષ્ટાંત ચંપાનગરીમાં “મિત્રપ્રભ” નામે રાજા હતા. તેને “ધર્મઘોષ” નામે મંત્રી હતા તે નગરમાં “ધનમિત્ર' નામે એક અત્યંત રાજમાન્ય શેઠ હતો. તે શેઠને “ધનશ્રી” નામે ભાર્યા હતી. તેમને “સુજાતકુમાર” નામે અતિ કાંતિવાન, રૂપલાવણ્યથી યુક્ત અને સ્ત્રીઓને અતિપ્રિય લાગે તેવો પુત્ર થયો હતો. એક દિવસ ધમષ મંત્રીના અંતઃપુર પાસે થઈને તે જતા હતા, તેવામાં પ્રિયંગુમંજરી” નામની મંત્રી પત્નીએ તેને જે તે કુમારનું રૂપલાવણ્ય જોઈ મેહિત થયેલી મંત્રીની સર્વ સ્ત્રીઓ પરસ્પર કહેવા લાગી કે “હે સખીએ ! આપણને આ પુરુષ ઘણે પ્રિય લાગે છે, પરંતુ જે સ્ત્રીને આ ભક્તા થશે તે સ્ત્રીને ધન્ય છે !” એ પ્રમાણે વિચાર થયેલું હોવાથી એક દિવસે પ્રિયંગુમંજરી ગુપ્ત પણે સુજાતકુમારને વેષ ધારણ કરીને શેકોની સાથે પુરુષની પેઠે કીડા કરતી પરસ્પર ખેલવા લાગી. મંત્રીએ તે સઘળું જોયું, તેથી તેના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તે વિચાર કરવા લાગ્યો કે
અરે! મારી સઘલી સ્ત્રીઓ સુજાતકુમારની સાથે વિલાસ કરે છે” પછી તેણે સુજાતકુમાર ઉપર ઠેષ રાખે, અને સર્વ સ્ત્રીઓને ત્યાગ કર્યો.
એક દિવસ મંત્રીએ કૂટપત્ર લખી રાજાના હાથમાં આપે અને કહ્યું કે “આવા ફૂટલેખ લખનાર સુજાતકુમારને મારી નાંખ જોઈએ.” એ પ્રમાણે સાંભળીને રાજાએ વિચાર કર્યો કે
જે હું તેને અહીં એકદમ મારી નાંખીશ તે મારી અપકીર્તિ થશે.” એમ જાણું સુજાતકુમારને ફૂટપત્ર લખી આપીને “ચંદ્રધ્વજ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org