________________
૨૪૫
ઉપદેશમાળા કર્યો તેને પરિણામે તે ચમેન્દ્ર થયે, વિશેષ ફળ મળ્યું નહિ. અહીં પૂરણ તાપસને સંબંધ જાણ. ૩૩.
પૂરણ તાપસને વૃત્તાંત વિંધ્યાચળ પર્વત પાસે પેઢાલ નામે ગામમાં પૂરણ નામે એક શેઠ રહેતો હતો. એક દિવસ વૈરાગ્યવાન થવાથી પોતાના પુત્રને પિતાને સ્થાને સ્થાપીને તેણે તામલિ મુનિની પેઠે તાપસી દીક્ષા લીધી. તે હંમેશાં છઠ કરીને પારણું કરે છે અને પારણાને દિવસે ચતકેણ (ચાર ખાનાવાળું) પાત્ર લઈને પરિમિત ઘરે ભિક્ષા અર્થે ભમે છે. તેમાં જે અનાદિ પાત્રના પ્રથમ ખંડમાં (ખાનામાં) પડે તે પક્ષીઓને આપી દે છે, બીજા ખંડમાં પડ્યું હોય તે મસ્યને આપી દે છે, ત્રીજા ખંડમાં પડ્યું હોય તે સ્થલચર જીને આપી દે છે, અને ચોથા ખંડમાં પડવું હોય તે પોતે ખાય છે. આ પ્રમાણે અતિ ઉગ્ર અજ્ઞાન તપ બાર વર્ષ સુધી કરી એક માસની સંલેખનાથી કાળધર્મ પામી ચમચંચા નામની રાજધાનીમાં ચમરેદ્ર થયા. આટલું તપ જે તેણે દયા પૂર્વક કર્યું હોત તો તેને બહુ ફળ પ્રાપ્ત થાત. માટે જ્ઞાન પૂર્વક તપ કરવું, એ આ કથાને ઉપદેશ છે. કારણ નીયાવાસી, સુક્યારે ઉજજમેણ જઈયળ્યું જહ તે સંગમથેરા, સપાડિહેરા તયા આસિ ૧૧૦
અર્થ_“વૃદ્ધાવસ્થાદિ કારણે કરીને નિત્યાવાસી એટલે એક સ્થાનકે રહેતાં છતાં પણ અતિશય ઉદ્યમે કરીને (ચારિત્રવિષયે) પ્રયનવાન રહેવું. જેમ તેવા-ચારિત્રવિષયે ઉદ્યમવંત “સંગમ સ્થવિર” નામે આચાર્ય તે કાળે (દેવસાન્નિધ્યથી) સપ્રાતિહાર્ય કેમહાતમ્યવાળા હોવા છતા.” ૧૧૦.
ગાથા ૧૧–નીયાવાસે. તયા–તદા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org