________________
ઉપદેશમાળા
૨૪૩ વાવતે જોઈને બલદેવે કહ્યું કે “રે મૂખ? શિલાની અંદર શું કમલની ઉત્પત્તિ સંભવે છે?” દેવે કહ્યું કે “જો તારો મૃત્યુ પામેલો ભાઈ ઉભે થઈ તને “હે ભાઈ!' એ પ્રમાણે કહેશે તે આ શિલાની વિષે પણ કમળની ઉત્પત્તિ થશે.” એ પ્રમાણે કહેતાં છતાં પણ બલદેવજી મેહને વશ થયેલા હોવાથી પોતાને ભાઈ મૃત્યુ પામેલા છે એમ તેમણે જાણ્યું નહિ. એ પ્રમાણે તેમણે છે માસ સુધી પરિભ્રમણ કર્યું. પછી તેમણે તે શરીરને વિનાશ પામેલું જાણ્યું એટલે છોડી દીધું. સિદ્ધાર્થદેવે તે શરીરને સમુદ્રમાં ક્ષેપન કર્યું. પછી બહુ વિલાપ કરતા એવા બલદેવને શ્રી નેમિનાથે મેકલેલા ચારણ મુનિએ આવીને પ્રતિબંધ પમાડ્યો, તેથી વૈરાગ્યપરાયણ થઈને તેમણે તે ચારણ મુનિ પાસે દીક્ષા લીધી. પછી પર્વત ઉપર રહી ઉગ્ર તપ કરવા લાગ્યા. એક વાર માસક્ષપણને પારણે શહેરની અંદર આહાર લેવાને માટે આવતાં તેમને કુવાને કાંઠે ઉભેલી એક સ્ત્રીએ જોયા. તેના રૂપથી મેહિત થયેલી તે સ્ત્રીએ ઘડાની ભ્રાંતિથી પુત્રના ગળામાં દોરડાને ગાળિયો નાંખે. તે જેઈને બલરામ મુનિએ કહ્યું કે “હે મુગ્ધ ! તું આ શું કરે છે? મેહથી પરાધીન થઈને પુત્રને કેમ મારે છે ?” પછી તેમણે વિચાર કર્યો કે “મારા રૂપને ધિક્કાર છે ! હવેથી મારે નગરમાં આવવું શ્રેયસ્કર નથી; વનવાસ સેવ જ સારે છે.” એ પ્રમાણે અભિગ્રહ કરીને તંગિક પર્વત ઉપર રહ્યા. ત્યાં પારણાને દિવસે જે કોઈ સાથે અથવા કોઈ કઠિયારે આવે છે અને તે તેમને શુદ્ધ અન્ન વહેવરાવે છે તે તે આહાર કરે છે. નહિ તો તપમાં વૃદ્ધિ કરે છે. એ પ્રમાણે તપ કરતાં તેમને અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ, અને દેશના વડે અનેક વ્યાધ્ર તથા સિંહ વગેરે પ્રાણુઓને પ્રતિબંધ પમાડ્યો. પેલો સિદ્ધાર્થ દેવ પણ તેમની સેવામાં જ રહેવા લાગ્યો. ત્યાં એક અતિભદ્રક મૃગ દેશનાથી પ્રતિબધ પામ્યો. તે અહર્નિશ તેમની સેવા કરે છે અને વનમાં ભમે છે. જ્યાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org