________________
૨૪૨
ઉપદેશમાળા ત્રણસેં ને સાઠ સંગ્રામને કરનારો એ હું મહાબળવાન છતાં મને બાણથી હણને આ રાજકુમાર ક્ષેમકુશળ ગયે !” એ પ્રમાણે દુર્થાનને વશ થઈ મરણ પામીને કૃષ્ણ ત્રીજી નરકે ગયા.
તે સમયે જલ લઈને બલભદ્ર પણ ત્યાં આવ્યા તેણે કૃષ્ણ પ્રત્યે કહ્યું કે “હે બંધુ! મેં તારા માટે ઠંડુ જળ આપ્યું છે, તું ઉઠ અને જળ પી, એ પ્રમાણે કહેવામાં આવ્યા છતાં કૃષ્ણ ઉત્તર આપે નહિ ત્યારે બલદેવે વિચાર કર્યો કે “મેં જલ લાવવામાં ઘણે વખત ગુમાવ્યા તેથી આ મારા બંધુ ક્રોધિત થયેલા જણાય છે તેથી હું તેને ખમાવું.” એ પ્રમાણે વિચાર કરી પગમાં પડીને અરજ કરવા લાગ્યા કે “હે બંધુ! આ ક્રોધને અવસર છે? આ મોટા જંગલમાં આપણે બંને એકલા છીએ માટે તું ઉઠ.” એ પ્રમાણે વારંવાર કહેતાં છતાં પણ જ્યારે તે બેલ્યા નહિ ત્યારે બલદેવ મેહવશ થઈ કૃષ્ણ મૃત્યુ પામેલા છે છતાં તેને જીવતા જાણે પિતાના સ્કંધ ઉપર લઈને ચાલ્યા આ સંસારમાં ત્રણ વસ્તુ સર્વથી અધિક છે. કહ્યું છે કે –
તીર્થકરાણું સામ્રાજ્ય, સપત્નીવૈરમેવ ચ વાસુદેવબલસ્નેહ, સભ્યોડધિકક મતમ્ |
અર્થ–“ તીર્થકરોનું સામ્રાજ્ય, સપત્ની (શોક)નું વર અને વાસુદેવ ને બલદેવને સ્નેહ એ ત્રણ વાન સર્વથી અધિક ગણાયેલાં છે.”
એ પ્રમાણે મરણ પામેલા ભાઈને સકંધ ઉપર ધારણ કરીને તેની સેવા કરતા સતા તે બલદેવને એક દિવસે સિદ્ધાર્થ નામના દેવે આવી યંત્રમાં રેતીપલવાનું બતાવીને બંધ કર્યા છતાં પણ તે બેધ પામ્યા નહિ. ઉલટા ખગ ઉગામી મારા ભાઈને મરણ પામેલે તું કેમ કહે છે?” એમ બેલતા તેની પછવાડે મારવાને દોડ્યા, પણ દેવ અદશ્ય ગઈ ગયે. વળી ફરીથી તે દેવને પર્વતની શિલા ઉપર કમળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org