________________
૨૫૬
ઉપદેશમાળા હું તમારે ઘર પણ આવ્યો છું. માટે પરેણાને ઉચિત હેય તે દંડ આપે. એ પ્રમાણે વિનયયુક્ત કમળ વાક્ય સાંભળીને ધુંધુમારે વિચાર કર્યો કે
ગુરુરગ્નિદ્ધિ જાતીનાં, વર્ણાનાં બ્રાહ્મણે ગુરુ: | પતિદેવગુરુઃ સ્ત્રીણું, સર્વસ્યાભ્યાગત ગુરુ
બ્રાહ્મણના ગુરુ અગ્નિ છે, વર્ણોને ગુરુ બ્રાહ્મણ છે, સ્ત્રીઓને ગુરુ પતિ છે, અને અભ્યાગત (પણે ) સર્વને ગુરુ છે.” એ પ્રમાણે કહેલું હોવાથી આ ચંડપ્રદ્યોત મારે સર્વ રીતે પૂજ્ય છે. વળી મેટા પુરુષની પ્રાર્થનાને ભંગ કરો તે પણ શ્રેયને માટે નથી. કહ્યું છે કેયાચમાનજનમાનસવૃત્તિ:, પૂરણય બત જન્મ ન યસ્ય ! તેન ભૂમિતિ ભારતીયં, ન કમનગિરિભિને સમુદ્ર છે
“જે માણસ જન્મીને યાચના કરનાર માણસના મનોરથને પૂર્ણ કરી શકતા નથી તે માણસ જ આ ભૂમિને ભારરૂપ છે. વૃક્ષ, પર્વતો કે સમુદ્રથી ભૂમિ ભારવાળી નથી.” આ પ્રમાણે વિચાર કરીને તેણે પોતાની પુત્રી તેને પરણાવી અને કહ્યું કે તમારે આ મારી પુત્રીને વિશેષ માનવતી કરવી.” તેથી તેણે પણ તેને પટ્ટરાણ કરી.
એક દિવસ ચંડપ્રદ્યોતે એકાંતમાં અંગાવતી રાણીને પૂછવું કે “તારો પિતા સ્વ૮૫ સૈન્યવાળ છતાં મને કેવી રીતે જીતી શ?” ત્યારે અંગારવતીએ કહ્યું કે “સ્વામિન્ ! નાગપ્રાસાદમાં રહેલા એક મુનિએ કહેલા નિમિત્તના પ્રભાવથી મારા પિતાને જય થયો.” તે સાંભળી ચંડપ્રદ્યોત રાજાએ ત્યાં આવી તે મુનિને કહ્યું કે “હે નૈમિત્તિક મુનિ ! હું તમને વાંદું છું.” એ પ્રમાણે મુનિનું હાસ્ય કર્યું. વરદત્ત મુનિએ વિચાર્યું કે મેં ક્યારે નિમિત્ત કહેલું છે ? ” એ પ્રમાણે વિચારતાં તેમણે જાણ્યું કે “સત્ય છે, ત્રાસ પામીને અહીં આવેલા બાળકને “તમે બીવે નહિ, તમારે ભય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org