________________
ઉપદેશમાળા
૨૪૯
6
6
તથા સ્ત્રીઓએ તેને ઘણા ધિક્કાર આપ્યા. તે ભમતા ભમતા રાજગૃહ નગરે આવ્યેા. ત્યાં તેણે સ્થવિર મુનિ પાસે વૈરાગ્યપરાયણ થઈ ને દીક્ષા લીધી અને ગીતા (સૂત્ર ને અને જાણનાર ) થયા. વિહાર કરતાં અન્યદા વરદત્ત નામના નગરમાં વરદત્ત મંત્રીને ઘેર ગેાચરીને માટે ગયા. વરદત્ત મંત્રી દુધપાકનુ ભાજન લઈને સન્મુખ વહેારાવવા આવ્યા અને કહ્યું કે ' હું સ્વામી ! આ નિર્દોષ અન્ન ગ્રહણ કરે.' તેવામાં તે પાત્રમાંથી એક બિંદુ નીચે પડ્યું. તે જોઈ ધઘાષ મુનિ પાછા વળી ગયા. ત્યારે વરદત્ત મ`ત્રીએ વિચાર કર્યો કે · મુનિ આહાર માટે આવેલ છતાં આ શુદ્ધ આહાર તેમણે શા માટે ગ્રહણ કર્યો નહિ !’ એ પ્રમાણે તે વિચાર કરે છે તેવામાં નીચે પડેલા દૂધપાકના બિંદુ ઉપર એક મક્ષિકા ( માંખી ) બેઠી, તે માંખાને જોઈ ને તેના ઉપર એક ગરાળી ( આવી, તે ગરાળી ઉપર એક કાકીડા આવ્યેા તે કાકીડાને મારવાને એક એક ખિલાડી દાડી, તે બિલાડીના વધ માટે ઘરના કૂતરા આવ્યા, અને તે કૂતરાને મારવાને માટે શેરીના કૂતરા દેડવો, શેરીના કૂતરાને ઘરના નાકરાએ મારી નાંખ્યા. ત્યારે શેરીના લેાકાએ ઘરના કૂતરાને મારી નાંખ્યા. પછી ઘરના નાકા અને શેરીના લેાકેા વચ્ચે પરસ્પર ગાળાગાળી થવા લાગી. તેમાંથી કજી વધ્યા, અને ક્રોધ વધી જવાથી ખાણે! અને ખડૂગા વડે યુદ્ધ થવા લાગ્યું. તે જોઈ વરદત્ત મંત્રીએ વિચાર કર્યો કે ' અહે ! આ સાધુને ધન્ય છે કે જેણે આવા ભાવી ઉપદ્રવ જાણીને શુદ્ધ અન્ન આપતાં છતાં પણ ગ્રહણ કર્યું* નહિ. આ જિનધને પણ ધન્ય છે હવે એ જગમ તી રૂપ સાધુના મને કેવી રીતે મેળાપ થશે?? એમ વિચાર કરતાં તેને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયુ' એટલે સઘળુ` પૂર્વ ભવન્તુ' વૃત્તાંત દીક્ષાગ્રહણાદિ સ્મરણમાં આવ્યું. પછી સ્વયમેવ ચારિત્ર લઈ દેવતાએ આપેલા વેષ ધારણ કરી સ્વયં બુદ્ધ એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org