________________
મ
ઉપદેશમાળા
૨૩૭ - આ સ્થિતિમાં પણ મરીચિ ભગવાનની સાથે વિચરે છે. વિહાર કરતાં કરતાં એક વાર ભગવાન અયોધ્યામાં સમવસર્યા, ભરત ચક્રી પ્રભુને વાંદવા આવ્યા અને દેશનાને અંતે પૂછ્યું કે “હે ભગ વન્ ! આ આવી મેટી સભામાં કઈ પણ ભાવ ( થનાર) તીર્થંકર છે?” ભગવાને કહ્યું કે “આ ત્રિદંડી સન્યાસી વેશધારી મરીચિ નામે તારો પુત્ર આ ચોવીશીમા ચોવીશમા “વર્ધમાન” નામે તીર્થકર, મહાવિદેહને વિષે મૂકા નગરીમાં “પ્રિય મિત્ર” નામે ચક્રવતી અને આ ભરતક્ષેત્રમાં જ “ત્રિપૃષ્ઠ” નામે પહેલે વસુદેવ થશે. એ પ્રથમ બે પદવી ભોગવી છેવટે તીર્થકર થશે. એ સાંભળી ભરતે મરીચિ પાસે જઈ ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરીને કહ્યું કે “હે મરીચિ ! આ સંસારમાં જેટલા લાભ છે તેટલા બધા તે મેળવ્યા છે. કારણ કે તું ચક્રવર્તી, વાસુદેવ અને તીર્થકર થનાર છે, માટે હું તારા પરિવ્રાજક વેષની અનુમોદના કરતા નથી, પરંતુ તું છેલ્લે તીર્થકર થનાર છે તેથી હું તને વાંદુ છું.” એ પ્રમાણે કહીને ભરત ચક્રીના ગયા પછી મરીચિએ ત્રણ વખત પગ પછાડી નાચતાં નાચતાં કહ્યું કે “હું ત્રણ પદ મેળવીશ તેથી મારું કુળ ઉત્તમ છે. એ પ્રમાણે વારંવાર કુળનો મદ કરવાથી તેણે નીચ ગોત્ર બાંધ્યું. અન્યદા પ્રથમ પ્રભુ મોક્ષે ગયા પછી સાધુ સાથે વિહાર કરતાં તેના શરીરે માંદગી આવી, પરંતુ સાધુના આચારથી રહિત હોવાને લીધે તેની કેઈ એ સેવા ચાકરી કરી નહિ, તેથી તે વિચાર કરવા લાગ્યો કે “જે હું સાજો થાઉં તે એક શિષ્ય કરૂં.' અનુક્રમે તે સ્વસ્થ થયા. એક દિવસ કઈ “કપિલ” નામે રાજપુત્ર મરીચિની દેશના સાંભળી પ્રતિબોધ પામ્યા. ત્યારે મરીચિએ કહ્યું કે “હે કપિલ! તું સાધુ પાસે જઈ ચારિત્ર ગ્રહણ કર.” તેણે કહ્યું કે હું તમારો શિષ્ય થઈશ.” પછી મરીચિએ પોતાનું સ્વરૂપ યથાર્થ કહી બતાવ્યું અને કહ્યું કે “મારામાં ચારિત્ર નથી.” તે પણ કપિલ માન્ય નહિ અને કહેવા લાગ્યા કે “શું તમારા દર્શનમાં સર્વથા ધર્મ નથી જ?” “
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org