________________
ઉપદેશમાળા
૧૩૩
ધનાવહ’ શેઠને ઘેર ‘ ચિલાતી’નામની દાસીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે. તેનુ' નામ ‘ચિલાતીપુત્ર' પાડવામાં આવ્યુ. તેની સ્ત્રીનાં જીવ દેવલાકથી ચવીને તે જ શેઠને ઘેર શેઠની સ્રી ભદ્રાની કુક્ષિમાં પુત્રીપણે ઉપન્ન થયેા. તે કન્યાનુ... નામ ‘સુસમા ’ પાડયુ‘ચિલાતીપુત્ર તે ખાળાને હમેશાં રમાડે છે. તેને તે પ્રાણથી પણ અતિ વહાલી થઈ. એક વખત તે ચિલાતીપુત્રને તેની સાથે કુચેષ્ટા કરતા જોઈ ને કન્યાના માતાપિતાએ વિચાયુ” કે “ આ ઢાંસીપુત્ર વ્યસની, મદ્યપાનમાં લુબ્ધ અને કજીઆખાર હાવાથી ઘરમાં રાખવા ચેાગ્ય નથી.’ એમ વિચારી તેને ઘરમાંથી કાઢી મૂકયા. તે ચારની પાળ (ચારલેાકેાને વસવાનુ` સ્થાન ) માં જઈ ચારામાં ભળી ગયા. તેઓએ તેને સાહસિક જાણીને પલ્લીપતિ નીમ્યા. તે પાપ કરવામાં અતિ પ્રીતિવાળા હાવાથી જીવાના વધ કરવામાં પાછા હઠતા નથી.
"
એક દિવસે તેણે ચારાને એકઠા કરી કહ્યું કે-‘ ચાલા આપણે ધનાવહ શેઠને ઘેર ચારી કરવા જઈએ; પણ ધન મળે તે તમારુ ને સુસિમા કન્યા મારી.' તે ચારેએ કબુલ કર્યું. પછી ઘણા ચારાને એકઠા કરીને તે રાજગૃહ નગરમાં ધનાવહ શેઠને ઘેર આન્ચે. તેએએ શેઠનું ઘર છુટયું. ચિલાતીપુત્રે કન્યાને ગ્રહણ કરી અને બીજા ચારાએ પુષ્કળ ધન લીધું. પછી સ પાછા ફર્યા. ત્યારપછી ધનાવહ શેઠે બૂમ પાડી; એટલે વિકટ ચૈાધાઓના સમૂહ સહિત દુગાઁપાળ ચારીની પાછળ દોડયો. શેઠ પણ પુત્ર પરિવાર સહિત દુĆપાલની સાથે દોડથો. તે ચેારા પશુ ઘણા લાકા પછવાડે લાગવાથી અને માથા ઉપર બાજો વહન કરવાને અશક્ત ખનવાથી પગ ધીમા પડવાને લીધે ભારને ભૂમિ ઉપર પડતા મૂકી નાસવા લાગ્યા. તેમાંથી કેટલાક નાસી ગયા, કેટલાકને દુગપાળે ભૂમિ ઉપર પાડી દીધા અને કેટલાકે દાંતમાં તૃણુ લઈ તાબે થવાથી ધનશ્રેણીની માફી મેળવી.
Jain Education International
For Private & Personal Use Only
>
www.jainelibrary.org