________________
ઉપદેશમાળા
૨૨૯ માર્ગમાં તેઓએ એક લોઢાની ખાણ દીઠી, એટલે તેઓએ લોઢાનાં ગાડાં ભર્યા. આગળ ચાલતાં તાંબાની ખાણ જે તેથી લોઢું ખાલી કરીને તાંબુ ભર્યું. માત્ર એક વાણીયાએ લોઢું ખાલી કર્યું નહીં. આગળ ચાલતાં તેઓએ રૂપાની ખાણ જોઈ, એટલે તાંબુ ખાલી કરી રૂપું ભર્યું. ઘણું કહેવા છતાં પણ પેલા લેહવણિકે લેડું કાઢી નાખ્યું નહિ આગળ ચાલતાં તેઓએ સેનાની ખાણ જોઈ, એટલે રૂ! ખાલી કરી સેનું ભર્યું. આગળ ચાલતાં રત્નોની ખાળ જેઈ એટલે સોનું ખાલી કરી રત્ન ભર્યા. તે વખતે તેઓ પેલા લેહવણિકને કહેવા લાગ્યા કે “હે મૂખ ! આ મેળવેલ રત્નસમૂહ તું શા માટે ગુમાવે છે ! લોઢું તજી દઈને રત્ન ગ્રહણ કર, નહિ તે પાછળથી જરૂર તને પશ્ચાત્તાપ કરવો પડશે” એ પ્રમાણે તેને ઘણું કહેવામાં આવ્યું છતાં તેણે માન્યું નહિ અને કહેવા લાગ્યો કે “તમારામાં સ્થિરતા નથી, તેથી એકને છોડી બીજાને ગ્રહણ કરે છે અને બીજાને છોડી ત્રીજાને ગ્રહણ કરે છે પણ હું એ પ્રમાણે કરતા નથી. મેં તે જેને સ્વીકાર કર્યો તેને કર્યો. પછી તે સઘળા ઘેર આવ્યા, અને રનના પ્રભાવથી પેલા વણિકે સુખી થયા. તેમને સુખી થયેલા જોઈને લેહવણિક મનમાં પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે “અરે ! મેં આ શું કર્યું ! તેઓનું કહેવું મેં માન્યું નહિ.” એમ તેણે ઘણા કાળ સુધી શચ કર્યો. એ પ્રમાણે હે પ્રદેશિ રાજાતેને પણ હવણિકની પેઠે પશ્ચાત્તાપ કરવો પડશે. વળી જે વિવેકી હોય છે તે શું કુળપરંપરાથી આવેલ રોગ કે દારિદ્રને ત્યાગ કરવા નથી ઈચ્છતો ? જે કુળમાર્ગ તે જ ધમ હોય તે પછી દુનિયામાં અધર્મનું નામ પણ નષ્ટ થશે. વળી– દારિદ્યદાસ્પદુર્નયભંગતા દુ:ખિતાદિ પિતૃચરિતમ્ નવં ત્યા જયે તન સ્વકુલાચારકકથિતન: છે “દારિદ્ર, દાસપણું, અનીતિ, દુર્ભાગી પણું અને દુખીપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org