________________
૨૩૪
ઉપદેશમાળા પ્રાણીઓની હિંસા સંક૯૫વડે પણ ન કરવી.” ત્યારે વળી દત્તે કહ્યું કે “તમે આ આડે આડે ઉત્તર કેમ આપો છો ? યજ્ઞનું ફળ જેવું હોય તેવું સત્ય કહે.” ત્યારે કાલિકાચાર્યે વિચાર કર્યો કે જો કે આ રાજા છે અને યજ્ઞમાં પ્રીતિવાળે છે તે છતાં જે બનવાનું હોય તે બનો પણ હું મિથ્યા બાલીશ નહિ. પ્રાણુતે પણ મિથ્યા બોલવું કલ્યાણકારી નથી.” કહ્યું છે કે
નિંદન્ત નીતિનિપુણ યદિ વ તુવન્તુ લમી: સમાવિશ૮ ગચ્છતુ વા યથેષ્ટમ્ ! અદ્ય વા મરણમતુ યુગાન્તરે વા ન્યાયાત્પથઃ પ્રવિચલક્તિ પદ ન ધીરા: છે
ની પુણ ગણાતા લેકે ભલે નિંદા કરો અથવા સ્તુતિ કરો, લક્ષમી ભલે પ્રાપ્ત થાઓ અથવા મરજી મુજબ ચાલી જાઓ, મરણ આજ થાઓ અથવા યુગને અંતે થાઓ, પરંતુ ધીર પુરુષે નીતિના માર્ગથી એક પગલું પણ ખસતા નથી.” ( આ પ્રમાણે વિચારી કાલિકાચાર્યે કહ્યું કે “હે દત્ત! હું નિશ્ચય પૂર્વક કહું છું કે નરકગતિ એ જ યજ્ઞનું ફલ છે.” કહ્યું છે કે
યૂપે છિન્યા પશૂન્ હત્યા, કૃત્વા રુધિરકઈમમ્ યવં ગમ્યતે સ્વર્ગ, નરકે કેન ગમેતે !
યસ્તંભ છેદી, પશુઓને હણ અને રુધિરને કીચડ કરી જે સ્વર્ગે જવાતુ હોય તે પછી નરકમાં કેવું જશે?” દત્તે કહ્યું કે “એ કેવી રીતે જણાય?” ગુરુએ કહ્યું કે “આજથી સાતમે દિવસે ઘોડાના પગના ડાબલાથી ઉડેલી વિષ્ટા તારા મુખમાં પડશે, અને પછી તું લેઢાના કેઠીમાં પુરાઈશ. આ અનુમાનથી તારી અવશ્ય નરકગતિ થવાની છે એમ જાણજે.” દત્તે કહ્યું કે “તમારી શી ગતિ થશે?” ગુરુએ કહ્યું કે “અમે ધર્મના પ્રભાવથી સ્વર્ગે જઈશું. આ પ્રમાણે સાંભળીને ક્રોધિત થયેલા દત્તે વિચાર કર્યો કે જો સાત દિવસની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org