________________
ઉપદેશમાળા
२२७ જાય છે, તેથી દેવતાઓ અહીં આવતા નથી.” ફરીથી રાજાએ કહ્યું કે “હે સ્વામી! એકવાર મેં એક રને જીવતે પડક્યો અને લોઢાની કેઠીમાં નાખી તેનું બારણું બંધ કર્યું. કાળે કરીને તે કોઠીનું બારણું ઉઘાડી જોયું તો ચાર મરી ગયે હતો અને તેના કલેવરમાં ઘણું જીવડાંઓ ઉત્પન થયાં હતાં પણ તેમાં છિદ્ર પડેલાં નહેતાં તે તે જીવને નીકળવાના અને બીજા અને આવવાનાં છિદ્રો તે હેવા જોઈએ. મેં તે જોયાં નહિ તેથી કહું છું કે જીવ નથી.” કેશિકુમારે કહ્યું કે “કેઈ એક પુરુષને ઘરના ગર્ભાગારમાં રાખવામાં આવે અને ઘરનાં સવ દ્વાર બંધ કરવામાં આવે, પછી તે મથે રહ્યો તે શંખ ને ભેરી વિગેરે વાજિંત્ર વગાડે, તે તેને શબ્દ બહાર સંભળાય કે નહિ?” રાજાએ કહ્યું કે “સંભળાય.” ગુરુએ કહ્યું કે “બહાર શબ્દ આવવાથી શું ઓરડાની ભીંતમાં છિદ્રો પડે છે?” રાજાએ કહ્યું કે “પડતાં નથી.” ગુરુએ કહ્યું કે “જો રૂપી શબ્દથી છિદ્ર પડતાં નથી તે અરૂપી જીવથી છિદ્રો કેમ પડે?” ફરીથી પ્રદેશી રાજાએ કહ્યું કે “હે સ્વામી! એક ચારનાં મેં કકડે કકડા કરી તેના દરેક પ્રદેશ જોયા પણ તેમાં જીવ જેવામાં આવ્યું નહિ.” કેશિગણધરે કહ્યું કે “તું કઠીયારાની જેવા મૂખ દેખાય છે. કેટલાએક કઠીયારાઓ લાકડાં લેવાને માટે વનમાં ગયા. તેમાંથી એક કઠીયારાને કહ્યું કે “આ અગ્નિ છે. તેથી રઈને વખત થાય ત્યારે રસેઈ કરજે.” કદિ આ અગ્નિ બુઝાઈ જાય તે આ અરણના કાણમાંથી અગ્નિ ઉત્પન્ન કરજે. એ પ્રમાણે કહીને તેઓ ગયા. અહીં અગ્નિ બુઝાઈ ગયો તેથી પેલા મૂખ કઠીયારે અરણીનું લાકડું લાવી તેના ચૂરેચૂરા કર્યા, પરંતુ અગ્નિ ઉત્પન્ન થયો નહિ. તેટલામાં પેલા કઠીયારાઓ આવ્યા. તેઓએ તેની મૂર્ખતા જાણે બીજું અરણનું કાષ્ટ લાવી તેનું મંથન કરીને તેમાંથી અગ્નિ પ્રગટ કર્યો, અને રસાઈ કરી ભોજન કર્યું. એમ જેવી રીતે કાષ્ટની અંદર રહેલે અગ્નિ ઉપાયથી સધાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org