________________
ઉપદેશમાળા છે તેવી રીતે દેહમાં રહેલા જીવ પણ સાધી શકાય છે.” એ પ્રમાણે સાંભળીને પ્રદેશ રાજાએ કહ્યું કે “હે સ્વામિન્ ! મેં એક ચેરનું વજન કરી તેના શ્વાસનું રુંધન કરીને તેને મારી નાંખે. તેને ફરીથી તે તે તે તેટલા જ વજનને થયો, ત્યારે મેં જાણ્યું કે “જીવ નથી.” જે તેનામાં જીવ હેત તે જીવ જતાં તે કાંઈક એ છે થાત” કેશિગણધરે કહ્યું છે “હે મહીપતિ! જેમ પૂર્વે જે ખેલી ચામડાંની ધમણને પાછળથી વાયુથી પૂર્ણ કરીને જોખતાં પણ તે તેટલી જ થાય છે–ભાર વધતું નથી, તેવી રીતે જીવ સંબંધી તું સારી રીતે વિચાર કર. જ્યારે રૂપી દ્રવ્ય રૂપ વાયુથી ભાર વધ્યો નહિ તે અરૂપી દ્રવ્ય જીવના જવાથી ન્યૂનતા શી રીતે થાય? સૂક્ષમ એવા રૂપી દ્રવ્યોની પણ વિચિત્ર ગતિ છે તે અરૂપી દ્રવ્યની વિચિત્ર ગતિ હોય તેમાં તે શું કહેવું ! માટે આ બાબતમાં તું શા માટે શકિત થાય છે ! આત્મા આપણને અનુમાન પ્રમાણુથી ગમ્ય છે અને કેવલીને પ્રત્યક્ષ પ્રમાણથી ગમ્ય છે. વળી “હું સુખી છું, હું દુઃખી છું” એ પ્રકારનું જે જ્ઞાન થાય છે તે આત્માનું જ લક્ષણ છે. માટે જેમ તલની અંદર તેલ, દૂધની અંદર ઘી અને કાષ્ટની અંદર અગ્નિ રહેલ છે તેમ દેહની અંદર જીવ રહેલું છે.” ઈત્યાદિ અનેક પ્રશ્નોના ઉત્તર શાસ્ત્રયુક્તિથી આપ્યા. તેથી સંદેહરહિત થયેલ રાજા વિચાર કરવા લાગ્યું કે “આ વાત સત્ય છે, આ જ્ઞાનને ધન્ય છે, પછી ગુરુને નમસ્કાર કરીને રાજાએ વિજ્ઞપ્તિ કરી કે “હે ભગવન્! તમારા ઉપદેશરૂપી મંત્રથી મારા હૃદયમાં રહેલે મિથ્યાવરૂપી પિશાચ ભાગી ગયે, પરંતુ કુલપરંપરાથી આવેલા નારિતક મતને હું કેવી રીતે છે ડું?” ત્યારે કેશિકુમાર મુનિએ કહ્યું કે “હે પ્રદેશ રાજા ! તું લેહવણિકની પેઠે મૂખ કેમ બને છે? તે વાર્તા આ પ્રમાણે છે--
કેટલાક વણિકો વ્યાપાર કરવાને માટે પરદેશ જવા ચાલ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org