________________
૨૭૧
ઉપદેશમાળા શ્રાવકપણું પાળતાં કેટલેક કાળ વ્યતીત થયા બાદ એકદા પર પુરુષમાં લુબ્ધ થયેલી “સૂર્યકાન્તા' નામની તેની પટ્ટરાણીએ તેને ભેજનમાં વિષ આપ્યું તે વાતની ભેજન કર્યા પછી પ્રદેશિ રાજાને ખબર પડી, પરંતુ અવ્યાકુળ ચિત્ત રાણી ઉપર કિંચિત પણ ક્રોધ કર્યા વિના પૌષધશાલામાં આવી, દર્ભને સંથારે કરી, ઈશાન કેણ સન્મુખ બેસી, ભગવાન ધર્માચાર્ય શ્રી કેશિગણધરને નમસ્કાર કરી, પિતે લીધેલા વ્રતમાં લાગેલા અતિચારોની સમ્યક પ્રકારે આલેચના પ્રતિક્રમણ કરીને તેણે કાળ કર્યો, અને સૂર્યાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમ આયુષ્યવાળે સૂર્યાભ નામને દેવ થયો. પાછો ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં અવતરીને મેક્ષે જશે.
આ પ્રમાણે નરકમાં જવાને તૈયાર થયેલા અતિપાપી પ્રદેશ રાજાએ જે દેવવિમાન પ્રાપ્ત કર્યું તે કેશિગણધરનું જ માહાય છે. માટે “ દુઃખનું નિવારણ કરનાર અને સુખને પ્રાપ્ત કરાવનાર ધર્માચાર્યોની જ યત્ન પૂર્વક સેવા કરવી” એ આ કથાને ઉપદેશ છે.
આ જ હકીકત ગાથા ૧૦૩ માં ગ્રંથકર્તા પોતે જ કહે છે તે આ પ્રમાણે– નરયગઈગમણુપડિહથએકએ, તહ એસિણા રન્ના અમરવિમારું પત્ત, તે આયરિયપ્પભાવેણું છે ૧૦૩ છે
અર્થ “તેમજ નરકગતિએ જવાનું પ્રસ્થાનું કર્યા છતાં પ્રદેશિ. રાજાએ જે દેવવિમાન પ્રાપ્ત કર્યું તે આચાર્યના પ્રભાવથી જ જાણવું.” ૧૦૩. તેથી ગુરુની સેવના જ મેટા ફળને આપનારી છે. વળી– ઘમ્મમઈહિં અઈસુંદરેહિ કારણુગુણવણીએહિં. ૫૯હાયંતે ય મણું, સીસં ચોઈ આયરિએ છે ૧૦૪ |
ગાથા ૧૦૩-રઈગઇ. પ્રસ્થાનકે કૃત. ગાથા ૧૦૪-ધમહિ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org