________________
२२६
ઉપદેશમાળા જે સર્વજ્ઞ છે તે તે જીવને પ્રત્યક્ષ જુએ છે. તું તારા શરીરના અગ્ર ભાગ જઈ શકે છે પણ પૃષ્ઠ ભાગ જોઈ શક્તો નથી તે જીવનું સ્વરૂપ કે જે અરૂપી છે તે તે શી રીતે જોઈ શકે ? માટે જીવસત્તા છે એમ માનીને પરાકનું સાધન છે એમ પ્રમાણુ કર.” ત્યારે પ્રદેશ રાજાએ કહ્યું કે “હે સ્વામી ! મારે પિતામહ અત્યંત પાપી હતો તે તમારા મત પ્રમાણે નરકે જ જોઈએ. તેને હું ઘણે જ પ્રિય હતું, પણ તેણે આવીને મને કહ્યું નહિ કે પાપ કરીશ નહિ. પાપ કરીશ તે નરકે જવું પડશે, ત્યારે જીવસત્તાને હું કેવી રીતે માન્ય કરું?” કેશિકુમાર મુનિએ કહ્યું કે “તેને ઉત્તર સાંભળ–તારી સૂરીકતા રાણીની સાથે વિષયસેવન કરતાં કઈ પરપુરુષને જો તું જુએ તો તેને તું શું કર?” રાજાએ કહ્યું કે
હું તેને એક ઘાએ બે ટુકડા કરી મારી નાખું, એક ક્ષણ કુટુંબમેળાપ કરવાને માટે તેને ઘેર જવાની પણ રજા આપું નહિ.” ગુરુએ કહ્યું કે એ પ્રમાણે નારકીઓ પણ કર્મથી બંધાયેલા હેવાથી અત્રે આવી શકતા નથી.” ફરીથી રાજાએ કહ્યું કે “અતિ ધર્મિષ્ટ એવી મારી માતા તમારા મત પ્રમાણે સ્વર્ગમાં ગઈ હશે. તેણે પણ આવીને મને કહ્યું નહિ કે વત્સ! પુણ્ય કરજે. પુણ્ય કરવાથી સ્વર્ગ મળે છે, તો હું જીવસત્તાને કેવી રીતે પ્રમાણ કરું?” ત્યારે કેશિગણધરે કહ્યું કે “તમે ભવ્ય વસ્ત્ર પહેરી ચંદન આદિથી શરીરને લિપ્ત કરી સ્ત્રીની સાથે મહેલમાં કીડા કરતા હો તે વખતે કોઈ ચંડાલ તમને અપવિત્ર ભૂમિમાં બોલાવે તે તમે ત્યાં જાઓ કે નહિ?” રાજાએ કહ્યું કે “ન જાઉં.” ગુરુએ કહ્યું કે તેવી રીતે દેવે પણ પિતાના ભોગોને છેડીને દુર્ગધથી ભરેલા આ મૃત્યુલોકમાં આવતા નથી. કહ્યું છે કે— ચત્તારિપંચજોયણસયા, ગંધોઅ મણુઅ લોગસા ઉ વચ્ચઈ જેણું, ન હુ દેવા તેણુ આનંતિ છે
આ મનુષ્યલોકને દુર્ગધ ચારશે પાંચશે જન સુધી ઉચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org