________________
ઉપદેશમાળા અર્થ–પૂર્વકૃત પુણ્યવડે ઘેરાયેલા, લક્ષ્મીના ભાજન અને આગામિ કાળે જેમનું કલ્યાણ થવાનું છે એવા ભવ્ય જી પિતાના ગુરુને દેવતાની જેમ સેવે છે. અર્થાત્ જેવી રીતે દેવની સેવા કરે તેવી રીતે ગુરુની પણ સેવા કરે છે. ૧૦૧. બહુ સુખ સયસહસાણ, દાયગા મે અગા દુસહસાણું ! આયરિઆ કુડ મે, કેસિ ઓસિ. તેહેવું છે ૧૦૨
અર્થ–“બહુ પ્રકારના લાખેગમે સુખના આપનારા, અને સેંકડો અથવા હજારે દુઃખથી મૂકાવનારા ધર્માચાર્ય હોય છે, એ વાત પ્રગટ છે એમાં સંદેહ જેવુ નથી), પ્રદેશ રાજાને કેશી ગણધર તેવી જ રીતે સુખના હેતુ થયેલા છે. ૧૦૨.
અહી કેશી ગણધર અને પ્રદેશ રાજાને ઉપનય જાણ. ૩૯
જબૂદ્વીપના ભારતવર્ષમાં કેક્યાદ્ધ દેશમાં તાંબી નામની નગરી છે. ત્યાં અધર્મીનો શિરોમણિ જેના હસ્ત નિરંતર રુધિરથી લેપાયેલા જ રહે છે એ પરલોકની દરકાર વિનાને અને પુય-પાપમાં નિરપેક્ષ પ્રદેશ નામનો રાજા હતે. તેને ચિત્રસારથિ નામને મંત્રી હતા. તેને એક દિવસે પ્રદેશ રાજાએ શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજાની પાસે કર્યો. ત્યાં તે કેશિકુમાર નામના મુનિની દેશના સાંભળીને પરમ શ્રાવક થયો. પછી તેણે કેશિકુમારને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામીનું ! એક વખત આપે તાંબી નગરીએ પધારવાની કૃપા કરવી. આપને તેથી લાભ થશે. કેશિગણધરે કહ્યું કે “તમારો રાજા બહુ દુષ્ટ છે તેથી કેવી રીતે આવીએ ? ” ચિત્રસારથિએ કહ્યું કે “રાજા દુષ્ટ છે તે તેથી શું? ત્યાં બીજા ભવ્ય છે પણ ઘણું વસે છે. ત્યારે કેશિકુમારે કહ્યું કે “પ્રસંગે ઈશું ” પછી ચિત્રસારથિ તબીર આવ્યા. અન્યદા કેશિકુમાર પણ ઘણા મુનિઓથી પરિવ્રત થઈ ગાથા ૧૦૨-હસાણું. તેહેતતું સુખહેતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org