________________
ઉપદેશમાળા
૨૨૫
તાંબીની બહાર મૃગવન નામના ઉપવનમાં સમવસય. ચિત્રસારથિ તેમનું આવવું સાંભળી મનમાં વિચાર કરવા લાગ્યો કે
હું રાજ્યચિંતક છતાં દુબુદ્ધિ અને પાપી એવો મારો રાજા નરકે ન જ જોઈએ, માટે તેને આ મુનિ પાસે લઈ જાઉં.' એવું વિચારી અધકીડાના મિષથી રાજાને નગર બહાર લઈ ગયા. પછી અતિ શ્રમથી થાકી ગયેલ રાજા શ્રી કેશિકુમારે અલંકૃત કરેલા વનમાં આવ્યું. ત્યાં ઘણું લોકેને દેશના દેતાં તેમને જોઈને રાજાએ ચિત્રસારથિને પૂછ્યું કે “આ મુંડે જડ અને અજ્ઞાની લેકેની આગળ શું કહે છે?” ચિત્રસારથિએ કહ્યું કે-“હું જાણતો નથી.” જે આપની ઈચ્છા હોય તે ચાલે. ત્યાં જઈને સાંભળીએ. એ પ્રમાણે કહેતાં રાજા ચિત્રસારથિની સાથે ત્યાં ગયે, અને વંદનાદિ વિનય કર્યા વિના ગુરુને પૂછયું કે “આપને હુકમ હોય તે બેસું?” ગુરુએ કહ્યું કે “આ તમારી ભૂમિ છે, માટે ઇચ્છા મુજબ કરે.” એ સાંભળીને રાજા તેમની આગળ બેઠે. તેને બેઠેલો જોઈને આચાર્ય વિશેષે કરીને જીવ આદિનું સ્વરૂપ વર્ણવ્યું. તે સાંભળીને રાજાએ કહ્યું કે “આ સર્વ અસંબદ્ધ છે. જે વસ્તુ પ્રત્યક્ષ દેખાય તે જ સત્ હોય છે. જેમ પૃથ્વી જળ, તેજ ને વાયુ પ્રત્યક્ષ દેખાય છે તેમ આ જીવ પ્રત્યક્ષ દેખાતું નથી તેથી આકાશપુ૫વત્ અવિદ્યમાન એવી જીવસત્તા કેમ માની શકાય?” ત્યારે કેશિકુમારે કહ્યું કે “હે રાજા! જે વસ્તુ તારી નજરે દેખાય નહિ તે શું સઘળાની નજરે ન દેખાય? જો તું કહીશ કે “જે હું દેખું નહિ તે સર્વ અસત્ય છે તે તે મિથ્યા કથન છે. કારણ કે સઘળાએ જોયું હોય અને એકે ન જોયું હોય તે તે અસત્ય કરતું નથી. વળી જે કહી શકે “સઘળાઓ જોઈ શકતા નથી ” તો તું શું સર્વજ્ઞ છે કે જેથી બધા જોઈ શકતા નથી એવી તને ખબર પડી? ઉપ. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org