________________
२६५
ઉપદેશમાળે રને નીકલ્યાં. એથું શિખર ભેદવા વખતે તે વૃદ્ધ ઘણા વાર્યા પણ તેઓએ તે શિખર તેડયું તે તેમાંથી અતિ ભયંકર દુષિવિષ સપ નીકળવ્યો. તેણે સૂર્ય સામે જોઈને તેમની ઉપર દષ્ટિ ફેકી, જેથી તે સઘળા ભસ્મ થઈ ગયા. પેલે વૃદ્ધ વાણીયો બચ્યા તેવી રીતે હે આનંદ ! તારો ધર્માચાર્ય પણ પોતાની અદ્ધિથી તૃપ્ત ન થતાં મારી ઈર્ષ્યા કરે છે તેથી હું તેને બાળીને ભસ્મ કરી નાખીશ. પરંતુ તું તેને હિપદેશ દેનાર થવાથી તેને હું બાળીશ નહિ.” એ પ્રમાણે સાંભળીને ભયભીત થયેલા આનંદ ભગવાનને સર્વ હકીકત કહી. ભગવંતની આજ્ઞાથી ગૌતમ આદિ મુનિઓને તે વાત જણાવી, જેથી તેઓ સર્વ ભગવંતની દૂર પિતાપિતાને સ્થાને બેસી ગયા. એટલામાં ગોશાલક ત્યાં આવી પ્રભુને કહેવા લાગ્યો કે “હે કાશ્યપ ! તું મને પોતાને શિષ્ય કહે છે તે ખોટું છે. તે તારો શિષ્ય તે મરી ગયો. હું તે તેનું શરીર બળવાન જાણુને તે શરીરમાં સ્થિતિ કરી રહ્યો છું.' એ સાંભળીને “આ ભગવાનની અવજ્ઞા કરે છે” એમ જાણી ગુરુભક્તિમાં અત્યંત રાગવાળા સુનક્ષત્ર નામના સાધુએ ગોશાલકને કહ્યું કે “અરે! તું તારા ધર્માચાર્યની નિંદા કેમ કરે છે? તે જ તું શાલક છે (બીજે નથી)” એ સાંભળીને ગણાલકે કોધવશ થઈ તે જેલેક્ષાથી સુનક્ષત્ર મુનિને બાળી નાખ્યા. સમાધિથી મૃત્યુ પામી તે આઠમા દેવલેકમાં દેવપણે ઉત્પન થયા. એ સમયે બીજા સર્વાનુભૂતિ નામના સાધુએ પણ સર્વ અને સ્વભાવી અનશન કરી ગોશાલકની સન્મુખ આવીને કહ્યું કે “તું સ્વધર્મચાર્યની નિંદા કેમ કરે છે?” તેથી દુષ્ટ ગોશાલકે તેમને પણ બાળી નાંખ્યા. તે મરીને બારમા દેવલોકમાં ઉત્પન્ન થયા. પછી ભગવાને કહ્યું કે “હે ગોશાલક ! તું શા માટે તારા દેહને ગોપવે છે? જેમ કેઈ ચાર ભાગતે સતે કઈ ન દેખે તેટલા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org