________________
ઉપદેશમાળા
૨૨૧ માસક્ષપણનાં પારણાં પરમાન્ન (ક્ષીર) વડે કર્યા. તેને મહિમા જોઈને તે વિચાર કરવા લાગ્યું કે “જે હું આને શિષ્ય થાઉં તે દરરોજ મિષ્ટાન્ન મળે.” એ પ્રમાણે વિચારી
હું તમારે શિષ્ય છું' એમ કહી મારી પાછળ લાગ્યો. તે મારી સાથે છ વર્ષ પર્યત ભમ્યો. એક દિવસ કોઈ યોગિને જેઈને તેણે મશ્કરી કરી કે “આ જૂઓનું શય્યાતર છે” તેથી ક્રેધિત થયેલા તે ગિએ તેના પર તેલેગ્યા મૂકી. મેં શીતલેશ્યા મૂકીને તેને બચાવ્યા. પછી તેણે તેજેશ્યા ઉત્પન્ન કરવાને ઉપાય મને પૂછયો. મેં પણ ભાવિ ભાવ જાણીને તેને ઉપાય કહ્યો, એટલે તે મારાથી જુદો પડ્યો. તેણે છ માસ કષ્ટ વેઠી તેલેશ્યા સાધી, અને અષ્ટાંગ નિમિત્તોને પણ જાણ થ. પછીથી આ પ્રમાણે જનસમુદાય આગળ તે પિતાનું સર્વપણું
સ્થાપિત કરે છે, પરંતુ તે ખોટું છે. તે કાંઈ જિન નથી અને સર્વજ્ઞ પણ નથી.” આ પ્રમાણેની ભગવતે કહેલી હકીકત સાંભળીને ત્રિક (ત્રણ માર્ગ મળે તે સ્થાન) માં, ચેકમાં અને રાજમાર્ગમાં સઘળા લોકો કહેવા લાગ્યા કે “આ ગોશાલક સર્વજ્ઞ નથી.” એ સઘળું વૃત્તાંત ગોશાલકે કેઈના મુખેથી સાંભળ્યું, એટલે તેને ક્રોધ ઉત્પન્ન થયે. તે અવસરે આનંદ નામના એક સાધુને ગોચરીએ જતાં જોઈને તેણે લાવ્યા અને કહ્યું કે-“હે આનંદ! તું એક દૃષ્ટાંત સાંભળ. કેટલાએક વાણી આ કરીયાણુના ગાડાં ભરીને ચાલ્યા. તેઓ જંગલમાં ગયા. ત્યાં તેમને ઘણી તૃષા લાગવાથી પાણીની શોધ કરતાં તેઓએ ચાર રાફડાનાં શિખરો જોયાં. તેઓએ એક શિખર તેડથું, એટલે તેમાંથી ગંગાજળ જેવું નિર્મલ જળ નીકવ્યું. સઘળાએ તે જળ વારંવાર પીને સંતુષ્ટ થયા. બીજું શિખર તેડવા જતાં સાથેના કેઈ એક વૃદ્ધ માણસે તેમને વાર્યા, પરંતુ તેઓ વાર્યા રહ્યા નહિ. તે શિખર તેડતાં અંદરથી સેનું નીકહ્યું, એ પ્રમાણે ત્રીજું શિખર ભેદતાં અંદરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org