________________
ર૧૯
ઉપદેશમાળા ઘેર ગોચરીને માટે ગયા. તે શેઠને ઘેર વ્યંતરના પ્રયોગથી એક બાળકને પોતે જેઈને ગુરુએ કહ્યું કે–રે નહિ” એ પ્રમાણે કહી ચપટી વગાડી એટલે વ્યંતરી નાસી ગઈ અને બાળક શાન્ત થઈ ગયું. તેથી ખુશી થયેલાં તેનાં માતાપિતાએ ગુરુને લાડુ વહોરાવ્યા; તે આહાર દત્તને આપીને ગુરુએ તેને ઉપાશ્રયે મેક. દત્ત વિચારવા લાગ્યું કે “આવું સ્થાપનાકુળ છતાં પણ ગુરુએ મને બહુ રખડાવ્યો. પછી ગુરુએ પણ સામાન્ય કુળમાં જઈ નીરસ આહાર ગ્રહણ કરી ઉપાશ્રયે આવીને આહાર કર્યો. પ્રતિક્રમણ કરતાં દિવસના દોષોની આલેચનાને અવસરે ગુરુએ દત્તને કહ્યું કે-રે મહાનુભાવ! તેં આજે ધાત્રીપિંડ (બાળકોને પ્રસન્ન કરી તેમનાં માબાપ પાસેથી ખેરાક લે તે)નું ભક્ષણ કર્યું છે, માટે સારી રીતે તેની આલોચના કર.” એ સાંભળીને દત્તે વિચાર્યું કે-“ગુરુ મારા સૂમ દોષ પણ જુએ છે અને પોતાના મોટા મોટા દે પણ જોતા નથી.” આમ વિચારીને તે ગુરુ ઉપર મસર ધરવા લાગ્યો. પછી પ્રતિક્રમણ કરીને પિતાને સ્થાનકે જતાં ગુરુના ગુણથી રજિત થયેલી શાસનદેવીએ “આ દત્તને ગુરુને પરાભવનું ફળ બતાવું” એવું વિચારી ઘણે અંધકાર વિક્વ તેને મેહ પમાડ્યો. દત્ત કંઈ પણ જોઈ શકતો ન હોવાથી આકુળવ્યાકુળ થવા લાગ્યો અને પોકાર કરવા લાગ્યો. ગુરુએ કહ્યું કે “અહીં આવ.” ત્યારે તેણે કહ્યું કે “ત્યાં કેવી રીતે આવું? હું દ્વાર પણ જોઈ શકતો નથી.” ત્યારે ગુરુએ પિતાની આંગળી થુંકવાળી કરીને ઉંચી કરી દિવાની માફક બળતી દેખાડી. દત્ત તે જોઈને વિચાર કર્યો કે “ગુરુ બહુ સાવદ્ય (અતિ દોષવાળે) એવા દીપક પણ રાખતા જણાય છે. એ પ્રમાણે તેને ગુરુના અવગુણે જ ભાસવા લાગ્યા. પછી શાસનદેવતાએ કહ્યું કે “અરે
૧ મકરર કરી રાખેલા ઘરે કે જ્યાંથી યોગ્ય આહાર ગમે ત્યારે મળી શકે તે સ્થાપનાકુળ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org