________________
૨૧૮
ઉપદેશમાળા
ભવમાં અપયશ અને અપકીર્તિ પ્રાપ્ત થાય છે અને પરભવમાં અધમ –નરકાદિ ગતિની પ્રાપ્તિ રૂપ થાય છે.
,, ૯૮.
વુડ્ડાવાસેવિ ઠિય, અહવ ગિલાણું ગુરુ પરંભવતિ । દત્તબ્વે ધમ્મવિમ સણુ, દુસિખિય તપિ ॥ ૯૯ ૫
અર્થ -‘વૃદ્ધાવસ્થાને વિષે ( વિહારાદિની અશક્તિથી એક સ્થાનકે વિધિપૂર્વક ) સ્થિત થયેલા અથવા ગ્લાન-વ્યાધિયુક્ત થયેલા એવા ગુરુને દત્ત નામના શિષ્યની જેમ જે પરાભવ કરે છે તે ધ વિચારણા વડે પણુ દુઃશિક્ષિત જાણવુ', અર્થાત્ દુષ્ટ શિષ્યનું આચરણ સમજવુ.” ૯૯. અહીં દત્તનું દૃષ્ટાંત જાણવુ'. ૨૭.
દત્તમુનિનું દૃષ્ટાંત
કુલ્લપુર નામના શહેરમાં સંઘની અંદર કેાઈ સ્થવિર (વૃદ્ધ) આચાર્ય હતા તેમણે એક વખતે આગળ માટેા દુષ્કાળ પડવાના છે એમ જાણી ગચ્છના સર્વ સાધુઓને બીજે દેશ માકલ્યા; પણ વૃદ્ધપણાને લીધે પાતે જવાને અશક્ત હાવાથી તે જ નગરીમાં મસ્તીના નવ ભાગ કલ્પી એક સ્થાનવાસી થઈને રહ્યા. એકદા ગુરુસેવાને માટે દત્ત નામના શિષ્ય ત્યાં આવ્યેા. તે શિષ્ય જે નિવાસસ્થાનમાં ગુરુને મૂકીને ગયા હતા તે જ સ્થાન (ભાગ)ની અંદર ગુરુ વિહારક્રમથી આવેલા હતા. તેથી શિષ્ય તે જ સ્થાનમાં ગુરુને જોઈને શકિત થઈ વિચાર કરવા લાગ્યા કે ‘ગુરુ પાસથ્થા અને ઉન્મા′ગામી થયા જણાય છે, તેમણે સ્થાન પણ બદલ્યુ હાય એમ જણાતું નથી.' આમ વિચારીને તે જુદા ઉપાશ્રયમાં રહ્યો. ભિક્ષાર્થે ગુરુની સાથે નીકળ્યા, અને ઉચ્ચ નીચ કુળમાં ફરતાં ભિક્ષા નહિ મળવાથી મનમાં ઉદ્વેગ પામવા લાગ્યા. ગુરુ તેના મનના વિચાર ઇંગિતાકારવડે જાણીને કાઈમેટા શેઠને
ગાથા ૯૯– -વિમ સણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org