________________
૧૭૬
ઉપદેશમાળા ઉપર (ભારવટ ઉપર) ચાતુર્માસ કરવા ઇચ્છું છું.” ત્યારે ચોથા સાધુ સ્થૂલિભદ્રે કહ્યું કે “કેશા વેશ્યાના ઘરમાં ચાતુર્માસ કરવા ઈચ્છું છું.” ગુરુએ ગ્યતા જાણીને ચારે મુનિને આજ્ઞા આપી.
સ્થૂલિભદ્ર ગુરુને નમીને કશા વેશ્યાને ઘેર ગયા. તેને આવતાં જેઈ કેશા અતિ હર્ષિત થઈ અને સામે આવીને પગમાં પડી, તેની આજ્ઞા લઈ સ્થૂલિભદ્ર તેની ચિત્રશાલામાં ચાતુર્માસ રહ્યા. તે હમેશાં ષસને આહાર કરે છે, સમય પણ વર્ષા ઋતુને છે, નિવાસ ચિત્રશાળામાં છે, પ્રીતિ કોશાની છે, અને પરિચય બાર વર્ષને છે. વળી નેત્ર ને મુખને વિલાસ, હાવભાવ, ગાન, તાન, માન, વીણા ને મૃદંગના મધુર શબ્દો સહિત નાટયવિનોદ વિગેરે નાના પ્રકારના વિષયને સ્થૂલિભદ્ર આગળ પ્રગટ કરતી અને પોતાને હાવભાવ બતાવતી કેશા કહે છે કે-“હે સ્વામિન્ ! સ્વાધીન એવી કામિનીનાં કુચસ્પ અને આલિંગન આદિ છોડીને આવું કઠોર તપ શામાટે કરે છે? કહ્યું છે કે
સંદષ્ટડધરપલ્લવે સચકિત હસ્તાઝમધુવંતી મામા મંચ શઠેતિ કાપવચનૈરાનíતભૂલતા છે સીત્કાર ચિતલોચના સરભસં વૈચુંબિત માનિની પ્રાપ્ત તૈમૃત શ્રમય મથિત મૂઢસુરેઃ સાગર છે
અધર પલવને દંશ કરતાં ચકિત થઈને હસ્તના અગ્ર ભાગને ધૂણાવતી, અને “નહિ નહિ, હે શઠ ! છોડી દે” એ પ્રમાણે કે પવચન બોલવા સાથે બ્રલતાને નચાવતી તથા સીત્કારથી સત્કાર કરાયેલાં જેનાં નેત્ર છે એવી માનિનીને જુસ્સાથી જેણે ચુંબન કરેલું છે તેઓએ ખરું અમૃત મેળવ્યું છે એમ હું માનું છું, બાકી મૂઢ દેવતાઓએ તે ફેગટ શ્રમને માટે જ સમુદ્ર મથે છે.” તેથી હે સ્થૂલિભદ્ર! આ ત્યાગ સાધવાને સમય નથી, માટે મારી સાથે યથેચ્છ વિષયસુખ ભેળવી તેને સ્વાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org