________________
ઉપદેશમાળા
૧૭૭) ચે. ફરીથી આ મનુષ્યજન્મ પામ દુર્લભ છે. અને આ યૌવન પણ દુર્લભ છે માટે હે સ્વામિન ! હમણા તે મારા અંગસંગથી ઉત્પન્ન થયેલું સુખ ભોગવો. પાછળથી વૃદ્ધાવસ્થામાં આ ત૫ કરો તે ઉચિત છે.” તે સાંભળીને સ્થૂલિભદ્ર બોલ્યા- “હે ભદ્રે ! અપવિત્ર અને મળમૂત્રનું પાત્ર એવા કામિનીના શરીરને આલિંગન કરવાને કોણ ઈચ્છે? કહ્યું છે કે
સ્તનૌ માંસગ્રંથી કનકકલાવિત્યુમિતી ... મુખં લેશમાગાર તદપિ ચ શશાંકન તુલિતમૂ |
સ્તવમૂત્રફિલર્જ કરિવરશિરસ્પદ્ધિજઘનં. મૂહુનિંદ્ય રૂપે કવિજનવિશેષેગુરુકૃતમ્ |
સ્તનો માંસની ગાંઠ છે છતાં કવિજનોએ તેને સેનાના કળશની ઉપમા આપી છે, મુખ લેગ્સ (કફ)નું સ્થાન છે તે પણ કવિઓએ તેની ચંદ્ર સાથે સરખામણી કરી છે અને અવતા મૂત્રથી વ્યાપ્ત એવા જઘનને હાથીના ગંડસ્થલની સાથે સરખાવ્યું છે. એ પ્રમાણે વારંવાર નિંદવા લાયક સ્ત્રીના સ્વરૂપને કવિઓએ જ વિશેષ મહત્વતા આપી છે.” વળી–
વરં જવલદયસ્તંભ, પરિરંભે વિધીયતે ન પુનરકબારરામાજઘનસેવનમ્ !
તપાવેલા લોઢાના થાંભલાને આલિંગન કરવું એ સારું છે, પરંતુ નરકના દ્વારરૂપ સ્ત્રીના જઘનનું સેવન કરવું એ સારું નથી.” વળી એક વખતના સ્ત્રી સંભોગથી અનેક જીવોનો ઘાત થાય છે. કહ્યું છે કે---
મેહુણસનારૂઢ, નવલખ હણેઈ સુહુમજીવાણું તિથ્થયરાણું ભણિયં, સહિયવં પડ્યું ' “મથુનસંજ્ઞાને વિષે આરૂઢ થયેલો જીવ નવ લાખ સૂક્ષમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org